સચિનની વિદાય ટેસ્ટ માટે ઓનલાઇન ટિકિટનું વેચાણ આજથી શરૂ
મુંબઇ, 11 નવેમ્બર: વેસ્ટઇન્ડિઝ વિરૂદ્ધ અહીં વાનખેડે સ્ટેડિયમમાં 14 થી 18 નવેમ્બર સુધી રમાવનાર સચિન તેંડુલકરની 200મી અને વિદાય ટેસ્ટ માટે ઓનલાઇન ટિકિટનું વેચાણ આજથી શરૂ થશે.
મુંબઇ ક્રિકેટ સંઘે નિવેદન જાહેર કરી દિધું છે કે ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે 14 થી 18 નવેમ્બર 2013 સુધી અહી મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાવનાર બીજી ટેસ્ટની ટિકિટોનું ઓનલાઇન વેચાણ 11 નવેમ્બર 2013થી ક્યાઝૂંગા ડોટ કોમ પર સવારે 11 વાગે શરૂ થશે. એમસીએએ પહેલાં કહ્યું હતું કે લગભગ 3,000 ટિકિટ વેચાણ માટે ઉપલબ્ધ હશે.

આ ઉપરાંત 1,500 વિશેષ ટિકિટોની કિંમત 10,000 રૂપિયા છે. ઓનલાઇન વેચાન માટે ટિકિટોની કિંમત 500, 1000 અને 2,500 રૂપિયા છે. તેમને કહ્યું હતું કે પ્રતિ વ્યક્તિ ફક્ત બે ટિકિટ જ ઓનલાઇન ખરીદી શકશે.












Click it and Unblock the Notifications
