હું મારી કારકિર્દીના સર્વશ્રેષ્ઠ તબક્કામાં છું: રોહિત શર્મા

નવી દિલ્હી, 16 જુલાઇઃ ચેમ્પિયન્સ ટ્રોફી અને વેસ્ટઇન્ડિઝમાં યોજાયેલી ટ્રાઇ સિરિઝમાં અનેક શાનદાર ઇનિંગ રમનાર ટીમ ઇન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માનું કહેવું છે કે, તે હાલના સમયે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીના સૌથી સારા તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે. એક ઓપનિંગ તરીકે રોહિતનું કહેવું છે કે આ કામ ક્યારેય સહેલું નથી હોતું. તમે નવી બોલનો સામનો કરો છો, તેવામાં આ એક સંયમનું કામ હોય છે, પરંતુ હું ખુશ છું કે મે ટીમની જીત માટે યોગદાન આપ્યું.

પોતાની મજબૂત ટેકનિકના કારણે જાણીતા 26 વર્ષીય રોહિતે છેલ્લી 12 મેચોમાં ઓપનિંગ બેટિંગ કરતા પાંચ અડધી સદી ફટકારી છે અને બે વાર 50 રનની ઇનિંગ કરી છે. એક ઓપનિંગના રૂપમાં પોતાની પહેલી મેચમાં રોહિતમાં મોહાલીમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ 83 રન બનાવી મેચ વિનિંગ ઇનિંગ રમી હતી, શું આ તેની કારકિર્દીની સૌથી શાનદાર ઇનિંગ હતી, જેણે તેની કારકિર્દીને નવો વળાંક આપ્યો? રોહિત કહે છે કે કે હું તેને સર્વશ્રેષ્ઠ ઇનિંગ કહેતો નથી, જ્યારે તમે મુશ્કેલીમાં હોવ તો તેવામાં આ ઇનિંગથી આત્મવિશ્વાસ વધે છે.

rohit-sharma-pull
એક ઓપનિંગ બેટ્સમેનના રૂપમા રોહિત નું માનવું છે કે એ સમયે સ્થિતિ પહેલા કરતા થોડી બદલાય જાય છે, કારણ કે શરૂઆતમાં તમે કેટલાક શોટ રમવા નથી ઇચ્છતા, એવું નથી કે એક ઓપનરે પોતાની નૈસર્ગિક રમત ના રમવી જોઇએ પરંતુ તેણ વોચફૂલ તો થવું જ પડે છે. પોતાની શાનદાર ટેક્નિક છતાં અત્યારસુધી સંઘર્ષ કરનાર રોહિતે જણાવ્યું કે, ટીકાઓ મને વધારે પરેશાન કરતી નથી. જો કોઇને રમવું છે તો તે રમવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે. હું ટીકાઓ અંગે વિચારવા કરતા મારી રમત પર વધારે ધ્યાન આપું છું.

આઇપીએલમાં સુકાની તરીકે મુંબઇ ઇન્ડિયન્સને પહેલી જીત અપાવનાર રોહિતે કહ્યું કે, એક એવી ટીમ કે જેમાં રિકી પોન્ટિંગ અને સચિન તેંડુલકર જેવા ખેલાડીઓ હોય, તેમનું નેતૃત્વ કરવું એક મોટી વાત છે કારણ કે સુકાની તરીકે તમારે તમારી ટીમ માટે એક ઉદાહરણ રજુ કરવાનું હોય છે. આવનારા દક્ષિણ આફ્રિકા પ્રવાસ અંગે પૂછવામાં આવતા કે શું તે ટેસ્ટ મેચોમાં ઓપનિંગ કરશે તો રોહિતે કહ્યું કે, દક્ષિણ આફ્રિકા પ્રવાસને હજુ ઘણી વાર છે, તેથી હું એ અંગે કંઇ કહેવા માગતો નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X