For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વેસ્ટઇન્ડિઝે પાકિસ્તાનને 150 રનોથી રગદોળ્યું

|
Google Oneindia Gujarati News

ક્રાઇસ્ટચર્ચ, 21 ફેબ્રુઆરી: વિશ્વકપમાં પાકિસ્તાનનું ખરાબ પ્રદર્શન જારી રહ્યું. વિશ્વ કપના બીજા દિવસે મેચમાં વેસ્ટઇન્ડિઝે પાકિસ્તાન 150 રનોથી રગદોળી નાખ્યું. એટલું જ નહીં પાકિસ્તાને 1 રન પર ચાર વિકેટ ગુમાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.

વેસ્ટઇન્ડિઝના 311 રનોનું વિશાળ સ્કોરનો પીછો કરવા ઉતરેલી પાકની ટીમનું પ્રદર્શન ખૂબ જ શરમજનક રહ્યું. એટલું જ નહીં પરંતુ માત્ર 1 રન પર 4 વિકેટ ગુમાવીને પાકિસ્તાને વિશ્વ રેકોર્ડ પણ બનાવી દીધો. આ પહેલા આ રેકોર્ડ કેનેડાએ 2006માં ઝિમ્બાબ્વેની સામે 4 રનના સ્કોર પર 4 વિકેટ ગુમાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. ઝડપી બોલર ઝેરોમ ટેલરે 2 ઓવરમાં 1 રન આપીને ત્રણ વિકેટ લીધી.

pakistan
પાકિસ્તાન તરફથી સર્વાધિક 59 રન ઉમર અકમલે બનાવ્યો જ્યારે શોહેબ મકસૂદે 50 રનોની પારી ખેલી. વેસ્ટ ઇન્ડિઝ તરફથી શાનદાર બોલીંગ કરતા જેરોમ ટેયલે માત્ર 15 રન આપીને પાકિસ્તાનની ત્રણ વિકેટ લીધી. જ્યારે આંદ્રે રસેલે 33 રન આપીને 3 વિકેટ લીધી. વેસ્ટ ઇન્ડિઝના 310 રનોના પહાડ જેવા સ્કોરની સામે પાકિસ્તાનની આખી ટીમ 160 રનો પર જ પેવેલિયન ભેગી થઇ ગઇ.

ટેલરે પહેલા ઓવરના બીજા બોલ પર નાસિર જમશેદને શૂન્ય રન પર રસેલના હાથે કેચ આઉટ કરાવ્યો. ત્યાર બાદ છેલ્લા બોલ પર યૂનુસ ખાનને પણ વિકેટ કીપર રામદીનના હાથે કેચઆઉટ કર્યો. ત્યાર બાદ ત્રીજા ઓવરમાં પણ ટેલરે હારિસ સોહેલને શૂન્ય પર પેવેલિયન મોકલ્યા. બાકીની કસર હોલ્ડરે અહમદ શહઝાદને 1 રન પર આઉટ કરીને પૂરી કરી દીધી. આ સમયે પાકિસ્તાનનો સ્કોર હતો 1 વિકેટ પર ચાર રન.

English summary
Pakistan blown away by West Indies by 150 runs in World Cup, this is the second consecutive loss of Pak in World cup.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X