ક્રિકેટના યુદ્ધમાં ભારતને પછાડવા માટે અખ્તરે આપી રણનીતિ

અખ્તરે કહ્યું કે જુનૈ ખાને પોતાના ખેલમાં સુધારા કરવા પડશે, કારણ કે તે પાકિસ્તાનની સફળતા માટે ઘણું મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે ઇંગ્લેન્ડની પરિસ્થિતિઓમાં જુનૈદ સૌથી પ્રભાવશાળી બોલર બની શકે છે અને ત્યાંની અનુકળ વિકેટનો ફાયદો ઉઠાવવો જોઇએ. વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ મહોમ્મદ ઇરફાને પ્રભાવ છોડવો જોઇએ. ઇંગ્લેન્ડ પ્રભાવ છોડવા માટે ઘણું સારું સ્થાન છે.
નોંધનીય છે કે પાકિસ્તાને સોમવારે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમવાનું છે, જ્યારે તેને ભારત વિરુદ્ધ 15 જૂન મહત્વની મેચ રમવાની છે. પાકિસ્તાની ક્રિકેટ ટીમની મજબૂત કડી તેમની બોલિંગ જ છે, જે કોઇપણ પીચ પર વિકેટ લેવા માટે સક્ષમ છે, તેથી પાકિસ્તાને આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાના બોલરોથી વધુ આશાઓ છે.












Click it and Unblock the Notifications
