પાક. ક્રિકેટમાં વિસ્ફોટ! : ઘણી મહિલા ક્રિકેટરોનું શારિરીક શોષણ

મુલ્તાન વિસ્તારની પાંચ મહિલા ખેલાડીયોએ સોમવારે ટીવી ચેનલ પર ફરિયાદ નોંધાવી કે તુરંત બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરી છે.
મહિલા ક્રિકેટર અનુસાર કોચ સહિત કેટલાક અધિકારીઓએ તેમની પસંદગી માટે અને પ્રમોશન આપવા માટે શારિરીક સંબંધ બનાવવાની માંગણી કરી. આ ખેલાડી હિના ગાફૂર, કિરણ ખાન, સીમા જાવેદ, નૂર ફાતિમા અને મલીહા શફીક છે.
આ તમામ મહિલા ખેલાડીઓએ દાવો કર્યો છે કે એમસીસી અધ્યક્ષ બેગમ સમી સુલ્તાન અને અન્ય ક્લબ અધિકારીઓ આ આખા શરમજનક મામાલાના મુખ્ય આરોપી હતા અને ખેલાડીઓ પાસે રૂપિયાની પણ માંગણી કરતા હતા.












Click it and Unblock the Notifications
