Paris Olympics 2024: પેરિસથી આવી ખુશ ખબર, અમર સહરાવતની ક્વાર્ટર ફાઈનલમાં એન્ટ્રી
Paris Olympics 2024, Amar Sehrawat: પેરિસ ઓલિમ્પિકમાંથી એક સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય કુસ્તીબાજ અમર સેહરાવતે 57 કિગ્રા વજન વર્ગની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવામાં સફળતા મેળવી છે. તેણે પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં નોર્થ મેસેડોનિયાના વ્લાદિમીર એગોરોવને હરાવ્યો હતો.
અમન સેહરાવતે પુરુષોની ફ્રી સ્ટાઇલ 57 કિગ્રા વર્ગની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ટેકનિકલ શ્રેષ્ઠતાના આધારે વ્લાદિમીર એગોરોવને 10-0થી હરાવ્યો હતો. જોકે ભારતીય મહિલા રેસલર અંશુ મલિકને યુએસએની હેલેન લુસી મારૌલિસ સામે હારનો સામનો કરવો પડ્યો છે.
અમનનું શાનદાર પ્રદર્શન - ભારતના યુવા કુસ્તીબાજ અમન સેહરાવતે ઉત્તર મેસેડોનિયાના વ્લાદિમીર એગોરોવ સામે પ્રભાવશાળી પ્રદર્શન કરીને 57 કિગ્રા ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં પેરિસ ઓલિમ્પિકની ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.

એશિયન ચેમ્પિયનશિપના ગોલ્ડ મેડલ વિજેતા અને ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનાર દેશના એકમાત્ર પુરુષ કુસ્તીબાજ અમન મેચ દરમિયાન ખૂબ જ એક્ટિવ દેખાતા હતા. તેણે પોતાનો બચાવ જાળવી રાખ્યો અને પૂર્વ યુરોપિયન ચેમ્પિયન પર ટેકનિકલ શ્રેષ્ઠતાના આધારે 10-0થી જીત મેળવી હતી.
શરૂઆતમાં આગેવાની લીધી - 29 વર્ષનો એગોરોવ પ્રથમ રાઉન્ડમાં થોડો પરેશાન દેખાતો હતો, અને અમનના ઓલઆઉટ હુમલા બાદ તેણે ઘૂંટણ માટે મેડિકલ ટીમની મદદ લેવી પડી હતી. ભારતના યુવા કુસ્તીબાજએ તેના પ્રતિસ્પર્ધીને વાપસી કરવા દીધી ન હતી.
અમને ટેકડાઉન કરીને વધુ બે પોઈન્ટ મેળવ્યા અને 10-0ની લીડ મેળવી, જ્યારે મેચ સમાપ્ત થવામાં બે મિનિટ બાકી હતી. અમનની ક્વાર્ટર ફાઈનલ મેચ આજે સાંજે 4:20 કલાકે રમાશે.
અમન સેહરાવતની સ્પર્ધા ઝેલીમખાન અબાકારોવ સામે છે. જો તે આ મેચ જીતી જશે તો તેની સેમીફાઈનલ મેચ પણ આજે જ થશે, જે રાત્રે 9.45 કલાકે શરૂ થશે.
અંશુ નિરાશ થઈ - ભારતીય મહિલા રેસલર અંશુ મલિક નિરાશ કર્યો હતો. તેણી 57 કિગ્રા ફ્રી સ્ટાઇલ ઈવેન્ટની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા અને પાંચમી ક્રમાંકિત હેલેન લ્યુસી મેરોલીસ સામે 2-7થી હારી ગઈ હતી.
અંશુ, જે તેના બીજા ઓલિમ્પિકમાં ભાગ લઈ રહી છે, તેણે રિપેચેજમાં રમવા માટે મારૌલિસની ફાઇનલમાં પહોંચવાની આશા રાખવી પડશે. પ્રથમ રાઉન્ડમાં અમેરિકાની મારૌલિસે શરૂઆતથી જ પ્રભુત્વ જમાવ્યું હતું અને લીડ મેળવી હતી.
આમાં અંશુ એકદમ રક્ષણાત્મક લાગી રહી હતી. બીજા રાઉન્ડમાં પણ મારૌલિસે આ જ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું અને 5 પોઈન્ટ મેળવ્યા હતા, જ્યારે પુનરાગમન કરવાનો પ્રયાસ કરી રહેલ અંશુ માત્ર બે પોઈન્ટ મેળવી શક્યો હતો.












Click it and Unblock the Notifications
