Paris Olympics 2024 : ભારતને વધુ એક મેડલની ઉમ્મીદ, લક્ષ્ય સેનની સેમિફાઈનલમાં એન્ટ્રી
શુક્રવારનો દિવસ ભારત માટે શાનદાર રહ્યો છે. મનુ ભાકર અને ભારતીય હોકી ટીમના શાનદાર પ્રદર્શન બાદ હવે લક્ષ્ય સેને ભારતને મેડલની ઉમ્મીદ જગાડી છે.
યુવા શટલર લક્ષ્ય સેને જબરદસ્ત પ્રદર્શનથી પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ચાહકોને ખુશખબર આપી છે. લક્ષ્ય સેને પેરિસ ઓલિમ્પિક 2024માં મેન્સ સિંગલ બેડમિન્ટનની સેમિફાઇનલમાં સ્થાન બનાવીને ઇતિહાસ રચ્યો છે.

આ સાથે લક્ષ્ય સેન ઓલિમ્પિક ઈતિહાસમાં સેમિફાઈનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય પુરૂષ ખેલાડી બન્યો છે. લક્ષ્યે તેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં પાછળ પડ્યા બાદ જોરદાર પુનરાગમન કર્યું અને તાઈવાનના શટલરને 19-21, 21-15 અને 21-12થી હરાવ્યો અને સેમિફાઈનલનો રસ્તો ખોલ્યો.
એક દિવસ પહેલા જ બેડમિન્ટન કોર્ટમાં ભારતને બેવડો ફટકો પડ્યો હતો. દેશ માટે મેડલની મોટી આશા રહેલી સ્ટાર શટલર પીવી સિંધુ સતત ત્રીજો ઓલિમ્પિક મેડલ જીતવાથી ચૂકી ગઈ. તેને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જ હારનો સામનો કરવો પડ્યો.
બીજી તરફ મેન્સ ડબલ્સમાં સાત્વિક-ચિરાગની સુપરસ્ટાર જોડીને પણ હારનો સામનો કરવો પડ્યો અને તેઓ પણ ક્વાર્ટર ફાઇનલમાં બહાર થઈ ગયા હતા. આ સ્થિતિમાં બેડમિન્ટનમાં ભારતની છેલ્લી આશા લક્ષ્ય હતો, જેણે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ભારતના પોતાના સિનિયર એચએસ પ્રણયને હરાવ્યો હતો.












Click it and Unblock the Notifications
