Paris Olympics 2024 : ભારતમાં કેમ નથી થતુ ઓલિમ્પિકનું આયોજન? આ રહ્યાં કારણો

Paris Olympic 2024 : 2024 ઓલિમ્પિકનું આયોજન ફ્રાન્સના પેરિસમાં થઈ રહ્યું છે. પેરિસ ઓલિમ્પિક શરૂ થઈ રહ્યો છે ત્યારે તમને સવાલ થતો હશો કે ભારતમાં ઓલિમ્પિકનું આયોજન કેમ નથી થતું?

પેરિસ ઓલિમ્પિક 2024માં દસ હજારથી વધુ ખેલાડીઓ 17 દિવસ સુધી પેરિસમાં એકબીજા સાથે મેડલ માટે ટકરાશે. આમાં ભારતના સોથી વધુ ખેલાડીઓ તૈયાર છે.

Paris Olympics 2024

ભારતમાં ઓલિમ્પિકનું આયોજન કેમ નથી થતુ તે સવાલનો સરળ જવાબ એ છે કે ભારત હાલમાં 2028 ના અંત સુધીમાં તેના 800 મિલિયન નાગરિકોને મફત અનાજ આપવા પર દર વર્ષે 2.4 ટ્રિલિયન રૂપિયાનો ખર્ચ કરી રહ્યું છે.

ઓલિમ્પિકની યજમાનીમાં મોટા ખર્ચનો સમાવેશ થાય છે તે ધ્યાનમાં લેતા દેશમાં આટલી મોટી ઇવેન્ટ યોજવી ખૂબ મુશ્કેલ છે.

સંયુક્ત રાષ્ટ્રના આંકડા અનુસાર, ભારત હવે વસ્તીના મામલે ચીનને પાછળ છોડીને વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. ભારતની વસ્તી 142.86 કરોડ પર પહોંચી ગઈ છે જ્યારે ચીનની વસ્તી 142.57 કરોડ છે. વસ્તીની સમસ્યા સાથે આરોગ્યની ચિંતા પણ છે.

કોઈપણ દેશમાં ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે તો ત્યાં ઘણા પ્રવાસીઓ આવે છે. આ સ્થિતિમાં તેમના રહેવાની વ્યવસ્થા કરવી અને તેમની સુરક્ષા પૂરી પાડવી એ યજમાન દેશ માટે મોટો પડકાર છે.

આ ઉપરાંત યજમાન દેશનું શહેર એવી રીતે હોવું જોઈએ કે તે હજારો વધારાના લોકોના અચાનક ધસારાના ભારને સહન કરી શકે અને ટ્રાફિક વ્યવસ્થા વગેરે સુચારૂ ચાલતી રહે.

ઓલિમ્પિક્સ એક એવી રમત છે જેના પર ઘણા પૈસા ખર્ચવામાં આવે છે. આ બધા સિવાય કોઈપણ દેશમાં ઓલિમ્પિક ગેમ્સ એક નિયમ હેઠળ યોજાય છે, જો કોઈ દેશ આ ગેમ્સનું આયોજન કરવા ઈચ્છતો હોય તો તેણે પોતાનું નામ મોકલવાનું હોય છે, ત્યાર બાદ આગળના તબક્કામાં તેની સામે મોટી ફી જમા કરાવવાની હોય છે.

ઓલિમ્પિક કમિટીની તેમ છતાં ખાતરી નથી હોતી કે તમને હોસ્ટિંગ મળશે. આ સ્થિતિમાં ફક્ત તે જ દેશો બિડિંગમાં ભાગ લે છે જે તેમને લાગે છે કે ઓલિમ્પિકનું આયોજન કરવા માટે તેઓ સંપૂર્ણ રીતે સક્ષમ છે.

જો કે, હવે ભારતમાં ઘણા ફેરફારો થયા છે અને તેથી જ તેઓ 2036માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે બિડ કરશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2036માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાનો તેમનો ઈરાદો જાહેર કર્યો હતો. વડા પ્રધાને એક નિવેદનમાં જણાવ્યું હતું કે દેશ 2036 માં ઓલિમ્પિકની યજમાની કરવા માટે કોઈ કસર છોડશે નહીં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X