For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'પાર્થિવ પટેલ નથી બની રહ્યો પટાવાળો'

By Super
|
Google Oneindia Gujarati News

parthiv-patel
નવી દિલ્હી, 26 જૂનઃ ભારતીય ટીમથી બહાર ચાલી રહેલા ગુજરાતી ક્રિકેટર પાર્થિવ પટેલના પિતા અજય પટેલે મીડિયામાં આવેલા એ સમાચારોનું ખંડન કર્યું છે કે, તેમનો પુત્ર રાજ્ય ઇન્કમ ટેક્સ વિભાગમાં બહુઉદ્દેશીય કર્મચારી(એમટીએસ)ના પદ પર કરવાની ઇચ્છા ધરાવે છે.

મીડિયાના એક વર્ગમાં આવેલા સમાચારો અનુસાર પાર્થિવે બહુઉદ્દેશીય કર્મચારીના પદ માટે અરજી કરી છે, જેનો પગાર 15 હજાર રૂપિયા છે અને લોકોનું માનવું છે કે આ પટાવાળાના પદ સમાન જ છે.

અજય પટેલે કહ્યું કે, હું સ્પષ્ટ કરી દઉં કે પાર્થિવને રિલાયન્સમાંથી એક લાખ રૂપિયાનો પગાર મળે છે, જ્યાં તેનો કરાર વધુ 10 વર્ષ માચે છે. મારા પુત્રએ ક્યારેય કામ માટે ઇન્કમ ટેક્સ વિભાગનો સંપર્ક કર્યો નથી. રજૂઆત તેમના તરફથી આવી હતી.

પાર્થિવને સનરાઇઝર્સ હૈદરબાદા સાથે ત્રણ કરોડને 15 લાખ રૂપિયાનો કરાર હતો, જે ચાલું વર્ષે સમાપ્ત થયો છે, કારણ કે આગામી વર્ષે ફરીથી હરાજી થવાની છે. આ ઉપરાંત પાર્થિવ સ્થાનિક ક્રિકેટ રમીને સારી કમાણી કરી રહ્યો છે.

અજય પટેલે પ્રશ્ન ઉઠાવ્યો છે કે, જ્યારે રજૂઆત આવી ત્યારે અમે વિચાર્યું કે, જો તેને કોઇ અધિકારીનું પદ મળે છે તો તેમાં ખોટું શું છે, લોકો કેવી રીતે વિચારી શકે છે કે મારો પુત્ર પટાવાળાની જોબ કરશે.

પાર્થિવે 12મું ધોરણ પણ પાસ કર્યું નથી, તેથી સરકારી સંગઠનમાં કોઇ અધિકારીના પદને પાત્ર નથી, હાલ તે અમેરિકામાં પોતાની પત્ની અવની અને બે વર્ષની પુત્રી સાથે રજાઓ માણી રહ્યો છે.

English summary
Parthiv Patel's father Ajay Patel today vehemently denied media reports that his son is willing to take up the post of Multi Tasking Staff (MTS) with the state Income Tax department.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X