VIDEO: લગ્ન બાદ સાઈના-કશ્યપનો રોમેન્ટિક ડાંસ, બધાની સામે કરી સાઈનાને કિસ

વીડિયોમાં સાઈના અને કશ્યપ રોમેન્ટિક ડાંસ કરતા જોવા મળી રહ્યા છે. ડાંસ વચ્ચે કશ્યપ સાઈનાને કિસ કરે છે.

બેડમિંટન સ્ટાર સાઈના નહેવાલે પોતાના દોસ્ત અને સાથી ખેલાડી પારુપલ્લી કશ્યપ સાથે લગ્ન કરી લીધા છે. 14 ડિસેમ્બરે સાઈના અને કશ્યપે ખૂબ જ સાદગીથી લગ્ન કર્યા અને સોશિયલ મીડિયા દ્વારા પોતાના લગ્નના સમાચાર ફેન્સ અને મીડિયાને આપ્યા. સાઈના અને કશ્યપના લગ્ન જેટલા સાદગીભર્યા હતા. રિસેપ્શન એટલુ જ ગ્રાંડ હતુ. સાઈનાના રિસેપ્શનમાં બોલિવુડ, સ્પોર્ટ્સ અને સાઉથવા તમામ સ્ટાર અને નેતા પહોંચ્યા હતા. આ રિસેપ્શન પાર્ટીના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

વીડિયોમાં સાઈના અને કશ્યપ રોમેન્ટિક ડાંસ

વીડિયોમાં સાઈના અને કશ્યપ રોમેન્ટિક ડાંસ

હૈદરબાદની 5 સ્ટાર હોટલ નોવોટલમાં આ રિસેપ્શન પાર્ટી આપવામાં આવી. પાર્ટીના ઘણા ફોટો અને વીડિયોમાં એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ઘણી રીતે ખાસ છે. વાસ્તવમાં આ વીડિયોમાં સાઈના અને કશ્યપ રોમેન્ટિક ડાંસ કરતા જોવા મળી રહ્યા છે. તેમની સાથે તેમના દોસ્તો પણ ડાંસ કરતા જોવા મળી રહ્યા છે. ડાંસ વચ્ચે કશ્યપ સાઈનાને કિસ કરે છે ત્યારબાદ સાઈના શરમાઈ જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

છેલ્લા 10 વર્ષથી છે રિલેશનશીપ

છેલ્લા 10 વર્ષથી છે રિલેશનશીપ

32 વર્ષીય પી કશ્યપ જાણીતા બેડમિંટન ખેલાડી છે. વર્લ્ડ રેકિંગમાં 57માં નંબરે છે. બેડમિંટનમાં કશ્યપ એક સમયે વર્લ્ડ રેંકિંગમાં છઠ્ઠા નંબરે હતા પરંતુ અનફિટ હોવાના કારણે તેમણે થોડા દિવસ આરામ કરવો પડ્યો જેના કારણે તેમની રેંકિંગમાં ઘટાડો થઈ ગયો.

ગોપીચંદના ટ્રેનિંગ કાર્યક્રમાં મળ્યા હતા સાઈના-કશ્યપ

ગોપીચંદના ટ્રેનિંગ કાર્યક્રમાં મળ્યા હતા સાઈના-કશ્યપ

સાઈના અને કશ્યપની મુલાકાત પુલેલા ગોપીચંદના ટ્રેનિંગ કાર્યક્રમમાં થઈ હતી અને ત્યારથી બંને સાથે છે. બંને માટે તેમની રમત જ પહેલી પ્રાથમિકતા રહી એટલા માટે બંનેનું ફોકસ પણ અત્યાર સુધી રમત પર જ હતુ અને એટલા માટે બંને ક્યારેય મીડિયા સમક્ષ પોતાની પર્સનલ લાઈફ ડિસ્કસ નહોતી કરી.

10 વર્ષથી એકબીજાને કરી રહ્યા છે ડેટ

10 વર્ષથી એકબીજાને કરી રહ્યા છે ડેટ

ગઈ 8 સપ્ટેમ્બરે પી કશ્યપના જન્મદિવસે બંને એકબીજા સાથે જોવા મળ્યા હતા. ત્યારે સાયનાએ સોશિયલ મીડિયા પર આ અંગે એક ફોટો પણ શેર કર્યો હતો. ત્યારથી કયાસ લગાવવામાં આવી રહ્યા હતા કે કદાચ આ બંને હવે પોતાના સંબંધને આગળ વધારવા માંગી રહ્યા છે.

બેડમિંટન કોર્ટથી લગ્નના બંધન સુધી

બેડમિંટન કોર્ટથી લગ્નના બંધન સુધી

તમને જણાવી દઈએ કે બેડમિંટન સ્ટાર સાયના હાલમાં વર્લ્ડ રેંકિંગમાં 10માં નંબર પર છે જ્યારે કશ્યપ 57માં નંબરે છે. બંને હૈદરાબાદ નિવાસી છે. આ પહેલા પણ બેડમિંટન કોર્ટમાંથી લગ્ન કરનાર જ્વાલા ગટ્ટા અને ચેતન આનંદ પણ હતા પરંતુ લગ્નના 6 વર્ષ બાદ બંને અલગ થઈ ગયા હતા.

સાઈનાએ ટ્વિટર પર કર્યા ફોટો શેર

સાઈનાએ ટ્વિટર પર કર્યા ફોટો શેર

લગ્ન બાદ સાઈનાએ ટ્વિટર પર પોતાનો ફોટો શેર કરીને લખ્યુ હતુ, ‘મારા જીવનની સર્વશ્રેષ્ઠ મેચ.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X