PBKS vs GT : રાશિદ ખાન વધુ એક વખત વિરોધીઓ પર ભારે પડ્યો, ગુજરાતને 154 નો ટાર્ગેટ
આઈપીએલમાં ફરી એક વખત સ્ટાર સ્પિનર બોલર રાશિદ ખાનનો ઝલવો જોવા મળ્યો છે. હાર્દિક પંડ્યાની વાપસી સાથે ગુજરાત ટાઈટન્સ શાનદાર પ્રદર્શન કરતી જોવા મળી છે. ગુજરાતની શાનદાર બોલિગના કારણે પંજાબની ટિમ વિકેટ ગુમાવીને માત્ર 153 રન જ બનાવી શકી છે.

ગુજરાત ટાઇટન્સના મેચ વિનિંગ બોલર રાશિદ ખાને ફરી એકવાર પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા છે. પંજાબ કિંગ્સ તરફથી આ મેચમાં મેથ્યુ શોર્ટે ટિમ માટે શાનદાર બેટિંગ કરતા સારી શરૂઆત કરાવી હતી. મેથ્યુ શોર્ટે મેદાન પર આવતાની સાથે જ ગુજરાતના બોલરોને ફટકારવાનું શરૂ કર્યુ હતું. જો કે તે 36 રન જ બનાવી શક્યો અને રાશિદ ખાનનો શિકાર બન્યો હતો.
પંજાબ માટે શરૂઆત સારી રહી નહોંતી. બીજા બોલ પર જ પ્રભાસિમરન સિંહ ઝીરોમાં આઉટ થયો હતો. પહેલી ઈનિંગ્સમાં શોર્ટ સિવાયના કોઈપણ બેટ્સમેન મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા હતા. પંજાબનો સ્ટાર ઓપરન શિખર ધવન 8 રન બનાવીને પેવેલિયન પાછો હતો. આ સિવાય જિતેશ શર્માએ 25 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી રાશિદ ખાને સૌથી વધુ 2 વિકેટ લીધી હતી.












Click it and Unblock the Notifications
