રોહિતના 'ઇન્ડિન્સ' સામે ધોનીના 'કિંગ્સ' ઢેર, બીજીવાર ખિતાબ પોતાના નામે કર્યો
કોલકાતા, 25 મે: આઇપીએલ 8ની શરૂઆતમાં સતત ચાર મેચ હારનાર મુંબઇ ઇન્ડિયન્સ અંગે કોઇએ નહીં વિચાર્યું હોય કે તે આ વર્ષનો ખિતાબ જીતનાર ટીમ બનશે. જોકે ક્રિકેટમાં કહેવાય છે કે અહીં ક્યારેય પણ કઇ પણ બની શકે છે.
રોહિત શર્માની આગેવાની હેઠળ મુંબઇ ઇન્ડિયન્સે આખા સત્રમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું અને લીગ મેચની ટોપ ટીમ ચેન્નઇ સુપરકિંગ્સને ક્વોલીફાયર અને ફાઇનલમાં બે વાર હરાવી. આપને જણાવી દઇએ કે રવિવારે ઇડેન ગાર્ડન સ્ટેડિયમમાં રમાયેલા ફાઇનલ મુકાબલામાં બે વખતની ચેમ્પિયન ચેન્નઇ સુપર કિંગ્સને 41 રનોથી હરાવીને ખિતાબ પોતાના નામે કરી લીધો.
મુંબઇ ઇન્ડિયન્સે બીજી વાર આ ખિતાબ પોતાના નામે કર્યો છે. ખિતાબ જીત્યા બાદ મુંબઇ ઇન્ડિયન્સની આખી ટીમે નીતા અંબાણી અને મેંટર તેંડુલકરની સાથે આખા મેદાનમાં ચક્કર લગાવ્યો અને જોરદાર ઉજવણી કરી.
રોહિત શર્મા માટે ભારત ક્રિકેટના મક્કા કહેવાતા ઇડન ગાર્ડન હંમેશાથી ખૂબ જ લકી રહ્યું છે, જે રવિવારે પણ કામ કરી ગયું. વર્ષ 2013માં પણ મુંબઇ ઇન્ડિયન્સે આ જ મેદાનમાં ખિતાબ જીત્યો હતો અને તેની ટક્કર ચેન્નઇ સાથે થઇ હતી. પરંતુ ત્યારે કપ્તાન રિકી પોટિંગ હતા જે હવે ટીમના કોચ છે.
રોહિત શર્માએ આ પહેલા ટેસ્ટ કરિયરની શરૂઆત કોલકાતાના ઇડન ગાર્ડનમા સેંચુરી લગાવીને કરી હતી, રોહિતે કોલકાતામાં કરિયરના પોતાના પહેલી જ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝની વિરુદ્ધ સેંચુરી ફટકારી હતી. રોહિતે શ્રીલંકાની વિરુદ્ધ 264 રન આ જ મેદાનમાં ફટકાર્યા હતા. એટલા માટે તેમને પૂર્ણ વિશ્વાસ હતો કે તેઓને કોલકાતા નિરાશ નહીં કરે અને તેમનો વિશ્વાસ સાચો સાબિત થયો. આપને જણાવી દઇએ કે રોહિત શર્મા ગઇકાલની મેચના હીરો રહ્યા.
આપને જણાવી દઇએ કે રવિવારે ઇડેન ગાર્ડન્સ સ્ટેડિયમમાં થયેલી ફાઇનલ મુકાબલામાં બે વારની ચેમ્પિયન સુપર કિંગ્સને 41 રનોથી હરાવીને ખિતાબ પર કબ્જો જમાવી લીધો.
નીચે સ્લાઇડરો પર ક્લિક કરીને જુઓ જશ્નની તસવીરો...
|
ipl 8
Duniya Hila Denge! Comfortable victory
|
ipl 8
We're bringing the cup home Mumbai!! Meet us at Wankhede tonight to celebrate! See you at 7:45pm at the stadium
|
ipl 8
Paltan, let's welcome our champions with a sea of blue at Wankhede
|
ipl 8
ipl 8
|
ipl 8
ipl 8
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
