IPL-6: ક્લાર્ક, પોટિંગ તથા આર પી સિંહની 2.1 કરોડમાં પડ્યા

ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઇપીએલ) માટે રવિવારે હરાજીની શરૂઆત કલાકમાં નવ ખેલાડીઓની બોલી લગાવવામાં આવી હતી. જેમાં ભારતના નવા ખેલાડી આર પી સિંહનો સમાવેશ થાય છે.
ઓસ્ટ્રેલિયાના બેસ્ટમેન મૈક્સવેલની મોટી બોલી 19 લાખ ડોલરની લગાવવામાં આવી હતી. જ્યારે બેંગ્લોર ચેલેન્જરે આર પી સિંહને 400,000 ડોલરમાં ખરીદયો હતો. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકાની ટ્વેન્ટી-20 ટીમના કેપ્ટન જોહાર બોથાને દિલ્હી ડેયરવિલ્સે 450,000 ડોલરમાં ખરીદયો હતો.
લ્યૂક પામર્સબેકને કિંગ્સ ઇલેવન પંજાબે ત્રણ લાખ ડોલરમાં ખરીદયો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાના ફિલિપ હ્યુઝને મુંબઇ ઇન્ડિયન્સે એક લાખ ડોલરમાં ખરીદયો હતો. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના બોલર જેંસ ફોલ્કનરને રાજસ્થાન રોયલ્સની ટીમે ચાર લાખ ડોલરની બોલી લગાવી પોતાની ટીમમાં સમાવેશ કર્યો હતો. મોએજેજ હેનરિક્સને રોયલ ચેલેન્જર્સે ત્રણ લાખ ડોલરમાં ખરીદયો હતો.
Upadate: 1:28 PM
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ક્લાર્કને પુણે વોરિયર્સે પોતાની ટીમમાં સમાવેશ કર્યો છે તો બીજી તરફ મુંબઇ ઇન્ડિયન્સે રિકી પોટિંગનો પોતાની ટીમમાં સમાવેશ કર્યો છે જે સ્પષ્ટ કરે છે. ગત બે સિઝનમાં મુંબઇ ઇન્ડિયન્સની કેપ્ટનશીપ હરભજનના હાથમાં હતી પરંતુ તાજેતરમાં વનડે ક્રિકેટમાંથી સંન્યાસ મેળવનાર સચિને ફરી એકવાર મુંબઇ ઇન્ડિયન્સની કેપ્ટનશીલની જવાબદારી ઉપાડી લીધી છે. આ ઉપરાંત અત્યાર સુધીની હરાજીમાં આર પી સિંહ 2.1 કરોડમાં વેચાયા છે.












Click it and Unblock the Notifications
