મહિલા ખેલાડીએ લગાવ્યા ગોપીચંદ પર આરોપ

બોમ્બે હાઇ કોર્ટમાં પ્રાજક્તાએ ગોપીચંદ વિરુદ્ધ માનસિક ત્રાસનો કેસ ઠોક્યો છે. પ્રાજક્તાનો આરોપ છે કે ગોપીચંદના કારણે તેની બેડમિન્ટનમાં કારકિર્દી ખત્મ થઇ ગઇ. ગોપીચંદ ખેલાડીઓ સાથે ક્ષેત્રવાદના આધારે ભેદભાવ કરે છે. તે હંમેશા પોતાની એકેડમી કે રાજ્યના ખેલાડીઓની પસંદગી કરવાનો પ્રયત્ન કરે છે.
પ્રાજક્તા ગોપીચંદ વિરુદ્ધ ન્યાયિક લડાઇનું પહેલું ચરણ જીતી ગઇ છે. કોર્ટે તેમને નેશનલ કેમ્પમાં ભાગ લેવાની પરવાનગી આપી છે. ગોપીચંદ માટે મુશ્કેલી ત્યારે સર્જાઇ જ્યારે પ્રાજક્તાએ પોતાના સિંગલ અને ડબલ પાર્ટનર બદલવાની માંગ કરી. પ્રાજક્તાએ જણાવ્યા પ્રમાણે તેની આ માંગ બદલ ગોપીએ તેને કેમ્પમાં નહીં આવવા જણાવી દીધું હતું.
આ બધાની વચ્ચે સાઇના નહેવાલ પોતાના કોચનું સમર્થન કરતી નજરે ચઢી. સાઇનાએ કહ્યું કે, મને ખબર નથી કે આ પ્રકારની વાતો ક્યાંથી આવે છે. તમે મને જુઓ હું વિશ્વ નંબર ત્રણ ખેલાડી છું. હું ગોપી સરનો આભાર માંગવા ઇચ્છું છુ અને આજે જે કંઇ પણ છું તે તેમના કારણે છું.












Click it and Unblock the Notifications
