પુલવામા હુમલા બાદ ક્રિકેટ ક્લબ ઑફ ઈન્ડિયામાંથી હટાવાયો ઈમરાન ખાનનો ફોટો

ભારતના પ્રતિષ્ઠિત ક્રિકેટ ક્લબ ઑફ ઈન્ડિયા (સીસીઆઈ) એ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઉપર કાર્યવાહી કરી છે.

ભારત પુલવામા પર થયેલા હુમલામાં કોઈને માફ નહિ કરવાની દ્રઢતા બતાવી ચૂક્યુ છે. ભારતની સરકાર હોય કે ભારતના લોકો બધા પોતાના જવાનોની શહીદીથી ઊંડા શોકગ્રસ્ત છે અને આ શોકના કારણે આતંકવાદીઓનું શરણ બનેલા પાકિસ્તાન સામે પ્રતિશોધની આગને જન્મ આપ્યો છે. એવામાં ભારતીય રમતજગત પણ આનાથી અળગુ નથી. ભારતના પ્રતિષ્ઠિત ક્રિકેટ ક્લબ ઑફ ઈન્ડિયા (સીસીઆઈ) એ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઉપર કાર્યવાહી કરી છે.

ક્રિકેટ ક્લબમાં ઈમરાનનો ફોટો

ક્રિકેટ ક્લબમાં ઈમરાનનો ફોટો

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનનો ફોટો સીસીઆઈએ હટાવી લીધો છે. આ એક મોટુ પગલુ એટલા માટે છે કારણકે સીસીઆઈ એક રમતગમત ક્લબ છે જે દરેક સમયના મહાન ખેલાડીઓના ફોટોને પોતાની અધિકૃત જગ્યાએ સ્થાન આપતુ આવ્યુ છે. એવામાં માત્ર ઈમરાન ખાન જ નહિ પરંતુ ઘણા અન્ય દિગ્ગજોના ફોટા પણ સીસીઆઈમાં લાગેલા છે. ઈમરાનનું ક્રિકેટમાં યોગદાન અને ખાસ કરીને 1992ની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાના કારણે સીસીઆઈએ આ પૂર્વ પાકિસ્તાની કેપ્ટનને પણ આ ફોટામાં જગ્યા આપી રાખી હતી.

ક્રિકેટ ક્લબ ઑફ ઈન્ડિયા

ક્રિકેટ ક્લબ ઑફ ઈન્ડિયા

તમારી જાણકારી માટે બતાવી દઈએ કે ક્રિકેટ ક્લબ ઑફ ઈન્ડિયા બીસીસીઆઈ સાથે સંબદ્ધ એક ક્લબ છે જે બ્રેબોર્ન સ્ટેડિયમનો માલિકી હક પણ ધરાવે છે. આ સ્ટેડિયમ ઘણી ટેસ્ટ મેચોનું આયોજન પણ કરી ચૂક્યુ છે અને ક્રિકેટ હબમાં તેની ખ્યાતિ છે. પોતાના રેસ્ટોરાં સહિત સમગ્ર પરિસરમાં સીસીઆઈએ લીજેન્ડ ક્રિકેટરોના ફોટા લગાવી રાખ્યા છે. એવામાં ઈમરાનના ફોટાને હટાવવાના નિર્ણય વિશે વાત કરતા ક્લબના અધ્યક્ષે પ્રેમલ ઉડાનીએ પણ કંઈક કહ્યુ છે.

‘આ અમારો વિરોધ છે ઈમરાન સાહેબ'

‘આ અમારો વિરોધ છે ઈમરાન સાહેબ'

તેમણે કહ્યુ કે, ‘તે પોતાની રીતે અમારી નાખુશી વ્યક્ત કરવા ઈચ્છતા હતા. જે કંઈ પણ થયુ તેનો વિરોધ કરવાની આ અમારી રીત છે. અમે અત્યારે તેને (ઈમરાન ખાનના ફોટા) ને ઢાંકી દીધો છે પરંતુ હવે એ નથી કહી શકતા કે આ કવરને ક્યારે હટાવીશુ.' તમને જણાવી દઈએ કે ઈમરાન ખાન પોતે આ ક્લબના સ્ટેડિયમમાં બે વાર રમી ચૂક્યા છે. તેમણે વિશ્વકપ 1987 પહેલા એક મેચમાં અહીં પાકિસ્તાનનું નેતૃત્વ કર્યુ હતુ. આ ઉપરાંત તે નહેરુ કપ (1989) ની ફાઈનલ મેચ પણ અહીં રમ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X