For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટૂંક સમયમાં આઇપીએલમાંથી નિવૃતિ લઇ શકે છે રાહુલ દ્રવિડ!

|
Google Oneindia Gujarati News

Rahul-Dravid
રાજસ્થાન રોયલ્સના સુકાની રાહુલ દ્રવિડે સંકેત આપ્યા છે કે તે ચેમ્પિયન્સ લીગ ટી20 બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઇપીએલ)માંથી નિવૃત્તિ લઇ શકે છે.

આઇપીએલના આગામી આવૃત્તિમાં રમવાને લઇને પૂછવામા આવેલા પ્રશ્ન પર તેમણે કહ્યું કે, હું 41 વર્ષનો છું, 12 મહિનાનો સમય એક લાંબી અવધી છે. રાજસ્થાન રોયલ્સ 17 સપ્ટેમ્બરથી ભારતમાં થનારી ચેમ્પિયન્સ લીગ ટી-20 માટે ક્વોલિફાય કરી ચુકી છે, તેથી દ્રવિડે કહ્યું છે કે સંભવતઃ આ એક ટૂર્નામેન્ટ પછી તે આઇપીએલ નહીં રમે.

ઇડન ગાર્ડન્સમાં શુક્રવારે બીજી ક્વોલીફાયરમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે તેમની ટીમને મળેલી હાર બાદ તેમણે મીડિયાકર્મીઓને કહ્યું કે, સૌભાગ્યવશ અમે ચેમ્પિયન્સ લીગ માટે ક્વોલીફાય કરી લીધુ છે. તેથી હું કેટલાક મહિના વધુ રમીશ.

આઇપીએલની 89 મેચોમાં 2,174 રન બનાવી ચૂકેલા દ્રવિડે આ પહેલા એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે તે પોતાની ટીમ સાથે પોતાના ભવિષ્ય અંગે ચર્ચા કરવા માગે છે. રાહુલ ક્રિકેટના અન્ય તમામ ભાગોમાંથી પહેલા નિવૃત્તિ લઇ ચૂક્યા છે.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X