For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘટસ્ફોટ : સ્પોટ ફિક્સિંગ માટે પ્લેયર્સ આવી રીતે કરે છે ઇશારા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 16 મે : આજે સ્પોટ ફિક્સિંગનો મામલો ચગ્યો છે. સામાન્ય વ્યક્તિને એમ ચોક્કસ થાય કે મેદાન પર, હજારો, લાખો દર્શકોની વચ્ચે કોઇ ક્રિકેટર સ્પોટ ફિક્સિંગ કેવી રીતે કરી શકે? ક્રિકેટ પ્લેયર્સ અને બૂકીઓ વચ્ચે એવી કઇ કોડ લેન્ગવેજ હશે જેનાથી સ્પોટ ફિક્સિંગને અંજામ આપવામાં આવતો હશે. અમે તમારા માટે અહીં એવા જ કેટલાક સ્પોટ ફિક્સિંગ લેન્ગવેજ કોડને ડીકોડ કરી રહ્યા છીએ. હવે તમે જ્યારે પણ મેચ જોશો અને કોઇ ક્રિકેટ ખેલાડી દ્વારા એ પ્રકારના સિગ્નલ આપતા જોશો તો તમને ખ્યાલ આવી જશે કે આ મેચમાં કશુંક રંધાઇ રહ્યું છે.

સ્પોટ ફિક્સિંગ કેસમાં દિલ્હી પોલીસે ત્રણ ક્રિકેટર અને 11 બુકીઓની ધરપકડ઼ કરાયા બાદ તેમના કોડ સિગ્નલ્સ પણ જાહેર કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર ક્રિકેટના મેદાનમાં પ્લેયર્સ આવા ઇશારા કરીને બૂકીઓને સ્પોટ ફિક્સિંગ માટે હા કહેતા હતા.

આવી રીતે કરાતા હતા સ્પોટ ફિક્સિંગના ઇશારા
1. લોકેટ ફેરવવું

2. ઘડિયાળ ફેરવવું

3. ટી શર્ટ ઉતારી દેવી

4. ફિલ્ડિંગ પોઝિશન લેવા માટે વધારે સમય બરબાદ કરવો

5. પેન્ટમાં રૂમાલ ખોસી દેવો

ipl-2013

આ ખુલાસામાં કહેવામાં આવ્યું હતું કે એક મેચના જે ઓવરમાં સ્પૉટ ફિક્સિંગ કરવામાં આવ્યું હતું તેમાં 13 રન આપવામાં આવ્યાં હતા. પોલીસના જણાવ્યા અનુસાર 5 મેના રોજ યોજાયેલી મેચમાં સ્પોટ ફિક્સિંગ થયું હતું. મેચમાં અજીત ચંદેલીયાએ ફિક્સિંગ માટે 20 લાખ રૂપિયા મળવાના હતા. જોકે, અજીત સ્પોટ ફિક્સિંગનો નિર્દેશ આપતા ભૂલી ગયો હતો. જેથી તેને પૈસા પાછા આપી દેવા પડ્યાં હતાં. ચંદેલિયાને એક ઓવરના 40 લાખ રૂપિયા મળવાના હતાં. જોકે, એ બાદ ચંદેલીયાએ અન્ય ખેલાડીઓને ફિક્સિંગ માટે તૈયાર કર્યાં હતાં.

આ ઉપરાંત જે બોલર્સ સ્પોટ ફિક્સિંગ કરતાં હતાં તેઓ પણ મેદાનમાં ઈશારાના ભાષા સમજીને કામ કરતાં હતાં. આ માટે તેમણે ખાસ પ્રકારનો કોડવર્ડની ભાષા વિકસાવી હતી. પોલીસના અનુસાર બુકી ખેલાડીઓને નિર્દેશ આપતાં હતા અને ઓવરમાં રન આપવા માટે ફિક્સિંગ થતું હતું. 5, 9, અને 15 મેના રોજ મેચ ફિક્સિંગ થયું હતું. 15 મેના રોજ મેચ મોહાલીમાં રમવામાં આવી હતી.

સૌથી આશ્વર્યજનક વાત એ હતી કે આઇપીએલ-6માં 40 હજાર કરોડ રૂપિયાની મેચ ફિક્સિંગ કરવામાં આવી હતી. આ સાથે જ એક ઓવરની સ્પૉટ ફિક્સિંગ માટે 60 લાખ રૂપિયા આપવામાં આવ્યાં હતા. એક ઓવરમાં 14 રન આપવા માટે અંકિતને 60 લાખ રૂપિયા આપવામાં આવ્યાં હતા. બુધવારે વાનખેડેમાં રમવામાં આવેલ રાજસ્થાન રોયલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સની મેચમાં ફિક્સિંગ થયું હતું.

English summary
Revealed: Spot-fixing signals from players.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X