Rinku Singh Batting Video: રિંકુ સિંહની તોફાની બેટિંગ, જુઓ સિક્સર કિંગની વીડિયો
Rinku Singh Batting Video: સેન્ટ જ્યોર્જ પાર્કના મેદાનમાં રિંકુ સિંહે પોતાની તોફાની બેટિંગને ક્રિકેટપ્રેમીઓને મોજ કરવી હતી. રિંકુ સિંહે પોતાની ટી-20 ઇન્ટરનેશનલ કરિયરની પહેલી ફિફ્ટી ફટકારી હતી.
ડાબોડી બેટ્સમેને માત્ર 39 બોલ પર 68 રનની શાનદાર ઇનિંગ રમી હતી. વિસ્ફોટક ઇનિંગ રમતા રિંકુ સિંહે એવી સિક્સર ફટકારી હતી કે, સમગ્ર મીડિયા બોક્સ હચમચી ગયું હતું.

રિંકુના સિક્સરથી મીડિયા બોક્સ ચોંકી ગયું - રિંકુ સિંહે ભારતીય ઇનિંગ્સની 19મી ઓવરમાં એડમ માર્કરામની બોલ પર લાંબી સિક્સ ફટકારી હતી. રિંકુના બેટમાંથી વાગેલો સિક્સ સીધો મીડિયા બોક્સના કાચમાં વાગ્યો હતો. ભારતીય બેટ્સમેનના સિક્સરથી મીડિયા બોક્સનો કાચ તૂટી ગયો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 174ના સ્ટ્રાઈક રેટથી રમતા રિંકુએ 39 બોલમાં અણનમ 68 રન બનાવ્યા હતા. રિંકુએ તોફાની બેટિંગ દરમિયાન 9 ફોર અને બે સિક્સ ફટકાર્યા હતા.
રિંકુની તોફાની અડધી સદી - રિંકુ જ્યારે બેટિંગ કરવા મેદાનમાં આવ્યો, ત્યારે ભારતીય ટીમ 55ના સ્કોર પર પોતાની ત્રણ મોટી વિકેટ ગુમાવી દેતા મુશ્કેલીમાં મૂકાઈ ગઈ હતી. ડાબોડી બેટ્સમેને કેપ્ટન સૂર્યકુમાર યાદવ સાથે મળીને ટીમ ઈન્ડિયાની પ્રથમ ઈનિંગને શાનદાર રીતે સંભાળી હતી અને ચોથી વિકેટ માટે 70 રન જોડ્યા હતા.
રિંકુએ પોતાની ઇનિંગ્સની શરૂઆત ધીમી ગતિએ કરી હતી, પરંતુ ક્રિઝ પર સેટ થયા બાદ ભારતીય બેટ્સમેને ભારે તરખાટ મચાવ્યો હતો. રિંકુએ માત્ર 30 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રિંકુની આ પહેલી અડધી સદી પણ છે.
સૂર્યાએ રમી શાનદાર ઇનિંગ - રિંકુ સિંહ સિવાય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલના આઉટ થયા બાદ સૂર્યાએ કોઈપણ સમયે રનની ગતિ ધીમી ન થવા દીધી અને મેદાનના ચારેય ખૂણામાં મુક્તપણે શોટ ફટકાર્યા. સૂર્યાએ 36 બોલમાં 56 રનની ઝડપી ઇનિંગ રમી હતી. સૂર્યકુમારે તેની ઇનિંગ દરમિયાન 5 ચોગ્ગા અને ત્રણ ગગનચુંબી સિક્સર ફટકારી હતી.












Click it and Unblock the Notifications
