For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કોણ છે સાક્ષી મલિક? જેણે રિયો ઓલમ્પિકમાં ભારતને અપાવ્યો છે મેડલ

|
Google Oneindia Gujarati News

રિયો ઓલમ્પિક 2016માં ભારતને કાંસ્ય પદક અપાવનાર ફ્રીસ્ટાઇલ મહિલા પહેલવાન સાક્ષી મલિકે ભારતનું નામ પોતાની આ જીતથી રોશન કરી દીધું છે. 23 વર્ષીય સાક્ષીએ 58 કિલોગ્રામ વજનની ફ્રિસ્ટાઇલ કુસ્તીમાં કઝાકિસ્તાનની મહિલા પહેલવાનને 8-5થી હરાવ્યું છે. આ જીત સાક્ષી માટે સરળ નહતી પણ રાષ્ટ્રીય રમતોમાં હંમેશા ગોલ્ડ મેડેલ જીતનાર સાક્ષી મલિકે હારતા શીખ્યું જ નથી.

સાક્ષી મલિકના પરિવારે આ રીતે મનાવી ખુશીઓ, જુઓ વીડિયોસાક્ષી મલિકના પરિવારે આ રીતે મનાવી ખુશીઓ, જુઓ વીડિયો

ત્યારે ભારતભરના તમામ લોકોને આટલી મોટી ખુશી આપનાર અને રિયોમાં જીત અપાવનાર સાક્ષી મલિક કોણ છે અને તેની રિયો સુધીની સફર વિષે વધુ જાણો અહીં...

sakshi malik

જન્મ અને માતા-પિતા

સાક્ષી મલિકનો જન્મ 03 સપ્ટેમ્બર 1992માં હરિયાણાના રોહતકમાં થયો હતો.સાક્ષીના પિતા સુખબીર મલિક દિલ્હી ટ્રાંસપોર્ટ કોર્પોરેશનમાં કંડક્ટર તરીકે કામ કરે છે. તેની માતા સુદેશ મલિક રોહતકમાં આંગળવાડી સુપરવાઇઝર છે.

દાદાથી કુસ્તી વારસામાં મળી

સાક્ષી 12 વર્ષથી રેસલિંગ કરે છે. અને તેને બહુ નાની ઉંમરથી આમાં જ પોતાનું કેરિયર બનાવવાનું નક્કી કર્યું હતું. સાક્ષીને આ શોખ તેના દાદાથી વારસામાં મળ્યો છે. સાક્ષીએ 2014માં રાષ્ટ્રમંડલ ખેલોમાં ઇન્ડિયાને સિલ્વર મેડલ અપાવ્યો હતો.

sakshi malik

ગોલ્ડન ગર્લ

સાક્ષીએ અત્યાર સુધીમાં જીતેલા મેડલમાં ગોલ્ડ સૌથી વધુ છે.
ગોલ્ડ- 2012, જૂનિ. એશિયન, કઝાકિસ્તાન
બ્રોન્ઝ- 2012, સિનિયર નેશનલ, ગોંડા
ગોલ્ડ- 2012, ઓલ ઇન્ડિયા વિવિ અમરાવતી
ગોલ્ડ- 2013, સીનીયર નેશનલ, કોલકત્તા

ગોલ્ડન ગર્લ

ગોલ્ડ-2014, દેન સતલજ મેમોરિયલ, યુએસએ
ગોલ્ડ- 2014, ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી, મેરઠ
ગોલ્ડ- 2011 જુનિયર નેશનલ, જમ્મુ

English summary
India's Sakshi Malik wrestled her way into history books as she claimed a bronze medal at Rio Olympics 2016 here on Wednesday
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X