સચિન તેંડુલકરને ફોલો કરી રહ્યો છે રોહિત શર્મા
નવી દિલ્હી, 26 નવેમ્બરઃ ભારતીય ક્રિકેટ ટીમના યુવા બેટ્સમેન રોહિત શર્માએ મંગળવારે એડિદાસ સાથે કરાર કર્યો છે. રોહિત કે જે ઇન્ડિયન પ્રિમીયર લીગની ટીમ મુંબઇ ઇન્ડિયન્સના સુકાની પણ છે, જેનું ટીમ એડિદાસમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ.
રોહિત શર્માએ કોલકતામાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ રમતા પોતાની કારકિર્દીની પ્રથમ ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી. ત્યાર બાદ રોહિતે મુબંઇમાં રમેલી કારકિર્દીની બીજી ટેસ્ટ મેચમાં પણ સદી ફટકારી અને પર્દાર્પણ બાદ સતત બે સદી ફટકારનાર તે ત્રીજો ભારતીય ક્રિકેટર બની ગયો હતો.













Click it and Unblock the Notifications
