રંજન સોઢીને ખેલ રત્ન અને કોહલીને અર્જુન પુરસ્કાર!
નવી દિલ્હી, 13 ઑગસ્ટ : સતત બે વિશ્વકપમાં સુવર્ણ પદક જીતનાર પહેલા ભારતીય ટ્રેપ નિશાનેબાજ રંજન સોઢીના નામની ભલામણ મંગળવારે પ્રતિષ્ઠિત રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર માટે કરવામાં આવી હતી જ્યારે પસંદગી સમિતિએ સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીને એ 14 ખેલાડીઓમાં પસંદગી કરી જેમને અર્જન પુરસ્કાર આપવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલમાં સંપન્ન વિશ્વ ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદ જીતનાર પ્રથમ ભારતીય મહિલા એકલ બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુને પણ અર્જુન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી છે. સિંધુ ઉપરાંત રાષ્ટ્રમંડળમાં ખેલ 2010માં રાષ્ટ્રીય રેકોર્ડની સાથે કાંસ્ય પદક જીતનાર ત્રિકૂદના રંજીત માહેશ્વરી અને ગોલ્ફ ખેલાડી ગગનજીત ભુલ્લરને મહાન બિલિયર્ડ્સ ખેલાડી માઇકલ ફરેરાની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ આ વર્ષે અર્જૂન પુરસ્કાર માટે પસંદ કર્યા છે.
ગયા વર્ષે લંડન ઓલિમ્પિક રમતોમાં નિષ્ફળતાનો સામનો કરનાર સોઢી દુનિયાના પૂર્વ નંબર વન ખેલાડી છે. તેમણે ગયા વર્ષે એશિયાઇ રમતમાં ડબલ ટ્રેપમાં સુવર્ણ પદક મેળવ્યા ઉપરાંત રાષ્ટ્રમંડળ રમતમાં રજત પદક પણ જીત્યું હતું. રમત મંત્રાલય દ્વારા સોઢીના નામને સ્વીકૃતિ મળવાની સાથે જ તેઓ ખેલ રત્ન પુરસ્કાર મેળવનાર સાતમાં નિશાનેબાજ બની જશે.
રોચક તથ્ય એ છે કે સતત ત્રીજા વર્ષે રમત રત્ન પુરસ્કાર નિશાનેબાજને આપવા એનાયત કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2011માં આ પુરસ્કાર ગગન નારંગને જ્યારે ગયા વર્ષે વિજય કુમારને એનાયત કરવામાં આવ્યો હતો.
પુરસ્કાર મેળવનાર ખેલાડીઓની યાદી આ પ્રમાણે છે...


રાજીવ ગાંધી ખેલ રત્ન
રંજન સોઢી

અર્જુન પુરસ્કાર
વિરાટ કોહલી (ક્રિકેટ)

અર્જુન પુરસ્કાર
અમિત કુમાર સરોહા (પેરાખેલ)

અર્જુન પુરસ્કાર
ગગનજીત ભુલ્લર (ગોલ્ફ)

અર્જુન પુરસ્કાર
જોશના ચિનપ્પા (સ્ક્વોશ)

અર્જુન પુરસ્કાર
કવિતા ચાહલ (મુક્કેબાજી)

અર્જુન પુરસ્કાર
નેહા રાઠી (કુશ્તી)

અર્જુન પુરસ્કાર
પીવી સિંધુ( બેડમિન્ટન)

અર્જુન પુરસ્કાર
રંજીત મહેશ્વરી (એથલેટિક્સ)

અર્જુન પુરસ્કાર
રુપેશ શાહ (સ્નૂકર)

અર્જુન પુરસ્કાર
સબા અંજુમ (હોકી)

અર્જુન પુરસ્કાર
ચેક્રોવોલુ સ્વુરો (તીરંદાજ)

અર્જુન પુરસ્કાર
ધર્મેન્દ્ર દલાલ (કુશ્તી)

અર્જુન પુરસ્કાર
મૌમા દાસ (ટેબલ ટેનિસ)












Click it and Unblock the Notifications
