SA vs PAK : વર્લ્ડ કપમાંથી પાકિસ્તાનની ઘર વાપસી લગભગ નક્કી, સાઉથ આફ્રિકા સામે શરમજનક હાર
સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે રમાયેલા રોમાંચક મુકાબલામાં સાઉથ આફ્રિકાએ એક વિકેટે જીત મેળવીને પાકિસ્તાનની મુશ્કેલી વધારી છે. હવે પાકિસ્તાન માટે અહીંથી વર્લ્ડ કપમાં વાપસી કરવી લગભગ અશક્ય છે.
છેલ્લી વિકેટ સુધી પહોંચેલા આ મુકાબલામાં ટોસ જીતીને પાકિસ્તાન બેટીંગ માટે ઉતરી હતી. જો કે પાકિસ્તાનના બેટ્સમેનોનું પ્રદર્શન સાધારણ રહ્યું અને 10 વિકેટ ગુમાવીને માત્ર 270 રન બનાવી શકી. પાકિસ્તાન તરફથી સાઉદ શકિલે 52 અને બાબર આઝમે 50 રન બનાવ્યા.

આ પછી બેટિંગ માટે ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમે શરૂઆત સારી કરી પરંતુ નિયમિત અંતરે વિકેટ પડતી રહી. એડમ માર્કરામ એક માત્ર એવો બેટ્સમેન હતો જેને રન બનાવ્યા. જો કે મેચ જીતાડે તે પહેલા તે આઉટ થયો અને સાઉથ આફ્રિકા મુશ્કેલીમાં આવી ગઈ.
પરંતુ આખરી ઓવરોમાં કેશવ મહારાજ અને તબરેજ સમીએ એક એક રન કરીને ટીમને જીત સુધી પહોંચાડી દીધી. આ મેચમાં માર્કરામે સૌથી વધુ 91 રનની ઈનિંગ રમી.
જણાવી દઈએ કે, અહીંથીં પાકિસ્તાન માટે વાપસી કરવી મુશ્કેલ બની ગઈ છે. પાકિસ્તાન આવનારા તમામ મેચ જીતે અને અન્ય ટીમો હારે તો જ સેમિફાઈનલમાં પહોંચી શકે છે.












Click it and Unblock the Notifications
