સંસદમાં પણ ચાલ્યો સચિનનો જાદૂ

નવી દિલ્હી, 5 ઑગસ્ટઃ ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતો ભારતીય ક્રિકેટર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર જે સ્થળે જાય ત્યાં તેનો જાદૂ છવાઇ જાય છે. એ પછી ક્રિકેટની પીચ હોય, કોઇ કાર્યક્રમ હોય કે પછી કોઇ ઇવેન્ટ સચિનના આગમન સાથે જ વાતાવરણમાં જાણેકે ઉષ્માભર્યું બની જાય છે. આવો જ કંઇક માહોલ આજે ચોમાસુ સત્ર દરમિયાન રાજ્યસભામાં જોવા મળ્યો હતો, જ્યારે સચિન અન્ય સાંસદોની સાથે રાજ્યસભામાં પહોંચ્યા.

સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે રાજ્યસભામાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર તમામ સભ્યોના આકર્ષણનું કેન્દ્ર રહ્યાય સદનમાં પોતાની બેઠક સુધી પહોંચ્યા ત્યા સુધી તેમણે અનેક સાંસદો સાથે હાથ મિલાવ્યો બાદમાં કાર્યવાહી સ્થગિત થતાં જ અનેક સભ્યો તેમની સાથે હાથ મિલાવવા માટે તેની બેઠક સુધી પહોંચી ગયા હતા. સચિન, બૉલીવુડ અભિનેત્રી રેખા અને ઉદ્યોગજગતની જાણીતી હસ્તી અનુ આગાને ગત વર્ષે એપ્રિલમાં ઉચ્ચ સદન સભ્યની સન્માનીત કરવામાં આવ્યા હતા.

સોમવારે સદનની બેઠક શરૂ થઇ ત્યારે સચિન સંસદીય મામલાના રાજ્યમંત્રી રાજીવ શુક્લા સાથે પહોંચ્યા. કાળા અને સફેદ રંગની ધારદાર શર્ટ અને કાળું પેન્ટ પહેરીને સચિન તેમની બેઠક નંબર 103 સુધી પહોંચ્યો ત્યાસુધીમાં અનેક સાંસદોએ હાથ મિલાવ્યો.

જાવેદ અખ્તર સાથે વાર્તાલાપ

જાવેદ અખ્તર સાથે વાર્તાલાપ

બધાનું આકર્ષણના કેન્દ્રનું બની રહેલા સચિને પોતાની બેઠકની બાજુમાં બેઠેલા સભ્ય જાવેદ અખ્તર સાથે વાતચીત કરતો જોવા મળ્યો. એ સમયે તેમના પત્ની અંજલી દર્શક કક્ષમાં બેઠા હતા.

ટીમ ઇન્ડિયાનો ઉલ્લેખ થતા સચિને પાટલી થપથપાવી

ટીમ ઇન્ડિયાનો ઉલ્લેખ થતા સચિને પાટલી થપથપાવી

સદનમાં વ્યવસ્થા બહાલ થતા જ સચિને ઉચ્ચ સદનની કાર્યાવલીવાળો પત્ર ઉઠાવ્યો અને વાંચવા લાગ્યા. સદનની કાર્યવાહીને ધ્યાનથી જોઇ રહેલા સચિને એ સમયે પાટલી થપથપાવી, જ્યારે સભાપતિ હામિદ અન્સારીએ ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ ભારતીય ક્રિકેટ ટીમને શુભેચ્છા પાઠવી.

એક સભ્યએ સચિનનો મોબાઇલ નંબર પણ લીધો

એક સભ્યએ સચિનનો મોબાઇલ નંબર પણ લીધો

જ્યારે અમુક કારણોસર સદનની બેઠક 10 મીનીટ માટે સ્થગિત કરવામા આવી ત્યારે અનેક સભ્યો સચિન પાસે આવ્યા હતા અને તેની સાથે હાથ મિલાવ્યો હતો. એક સભ્યએ સચિનનો મોબાઇલ નંબર પણ લીધો.

પ્રધાનમંત્રી સાથે સચિનની મુલાકાત

પ્રધાનમંત્રી સાથે સચિનની મુલાકાત

આ વચ્ચે સદનમાં આવેલા પ્રધાનમંત્રી મનમોહન સિંહ સાથે સંસદીય કાર્ય રાજ્યમંત્રી રાજીવ શુક્લાએ સચિનની મુલાકાત કરાવી હતી. સચિને તેમને અભિવાદન કર્યું. સત્તા પક્ષના સભ્યોએ પણ તેમની સાથે હાથ મિલાવ્યા. બેઠક ફરી શરૂ થતાં જ સચિન પોતાની સીટ પર આવીને બેસી ગયા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X