For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સચિન સર્વશ્રેષ્ઠ ખેલાડીઃ રિકી પોન્ટિંગ

By Super
|
Google Oneindia Gujarati News

ricky-ponting
પર્થ, 4 ડિસેમ્બરઃ પર્થ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પોતાની અંતિમ ટેસ્ટ મેચ રમ્યા બાદ ક્રિકેટની તમામ આવૃત્તિઓમાંથી નિવૃત્તિ લેનાર ઓસ્ટ્રેલિયાના મહાન ખેલાડી અને સુકાની રિકી પોન્ટિંગે સોમવારે કહ્યું કે, સચિન તેંડુલકર સર્વશ્રેષ્ઠ ખેલાડી છે, જેની વિરુદ્ધ તેણે ક્રિકેટ રમ્યું છે.

તેને જ્યારે પૂછવામાં આવ્યું કે તેના સમયનો સૌથી મોટો બેટ્સમેન કોણ છે, તો પોન્ટિંગે જવાબ આપ્યો કે, મને લાગે છે કે સચિન સૌથી મોટો ખેલાડી છે જેની વિરુદ્ધ મે ક્રિકેટ રમ્યું છે. સચિન અમારી ધરતી પર સારું ક્રિકેટ રમ્યો.

પોન્ટિંગે 168 ટેસ્ટ મેચ રમ્યા બાદ ક્રિકેટને અલવિદા કહીં દીધું. આ મેચોમાં તેણે 51.85ની એવરેજથી 13, 378 રન બનાવ્યા. જેમાં તેણે 41 સદી અને 62 અડધી સદી ફટકારી છે. પોન્ટિંગે 374 વનડે મેચ રમી છે. જેમાં તેણે 13,704 રન બનવ્યા છે. જેમાં 30 સદી તેણે ફટકારી હતી.

પોન્ટિંગે કહ્યું કે, સચિન બાદ બ્રાયન લારાએ મારી રાતોની ઉંઘ ખરાબ કરી હતી કારણ કે હું જાણતો હતો કે તે એકલા જ મુકાબલાને બદલી શકે છે.

English summary
Himself considered to be one of the finest batsmen in cricket history, Ricky Ponting has paid accolades to another master Sachin Tendulkar describing him as the best batsman he has played against.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X