કાફે કોફી ડેનાં પ્રમોશનમાં વ્યસ્ત સચિન તેંડુલકર
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પરિવાર સાથે સમય વિતાવ્યા બાદ હાલ સચિન તેંડુલકર અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત થઇ ગયો છે. તાજેતરમાં જ સચિન તેંડુલકર મુંબઇમાં કાફે કોફી ડે ઇવેન્ટમાં હાજર રહ્યો હતો અને તેનું પ્રમોશન કર્યું હતું. આ તકે સચિને ક્રિકેટ અને કાફે કોફી ડે અંગે ઉપસ્થિતો સાથે ચર્ચા કરી હતી.
નોંધનીય છે કે, 24 વર્ષ સુધી ભારતીય ક્રિકેટનો હિસ્સો રહ્યાં બાદ વેસ્ટ ઇન્ડિઝ સામે રમાયેલી બે ટેસ્ટની શ્રેણી બાદ સચિન તેંડુલકરે આતંરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધી હતી. મુંબઇના વાનખેડેમાં સચિને કારકિર્દીની અંતિમ મેચ રમી હતી. અંતિમ મેચમાં વાનખેડેમાં મોટી સંખ્યામાં તેના પ્રશંસકો ઉપસ્થિત રહ્યાં હતા. સચિન પણ ક્રિકેટ છોડ્યા બાદ ભાવુક જણાયો હતો સાથે જ આખો દેશ સચિનના આ નિર્ણયથી ભાવુક થઇ ઉઠ્યો હતો. તો ચાલો તસવીરો થકી જોઇએ સચિન તેંડુલકર અને કાફે કોફી ડે ઇવેન્ટને.

સચિનને ભેટ
મુંબઇમાં કાફે કોફી ડેની એક ઇવેન્ટમાં સચિને ભેટ આપવામાં આવી હતી.

બેટ પર સચિનની સાઇન
આ ઇવેન્ટ દરમિયાન સચિન તેંડુલકરે એક બેટ પર સાઇન કરી હતી.

કાફે કોફી ડેનું પ્રમોશન
મુંબઇમાં સચિન તેંડુલકર દ્વારા કાફે કોફી ડેનું પ્રમોશન કરવામાં આવ્યું હતું.

પ્રમોશનમાં વ્યસ્ત સચિન તેંડુલકર
કાફે કોફી ડેના પ્રમોશનમાં વ્યસ્ત જણાઇ રહેલો ભારતનો મહાન ક્રિકેટર સચિન તેંડુલકર

પોતાની સાઇન બતાવી રહેલો સચિન
બેટમાં સાઇન કર્યા બાદ પોતાની સાઇન દર્શાવી રહેલો સચિન તેંડુલકર

બેટ પર સાઇન કરી રહેલો સચિન તેંડુલકર
ઇવેન્ટ દરમિયાન બેટ પર સાઇન કરી રહેલો સચિન તેંડુલકર

ઇવેન્ટનું પ્રમોશન
મુંબઇમાં કાફે કોફી ડેનું પ્રમોશન કરી રહેલો સચિન તેંડુલકર

કાફે કોફી ડેના સ્ટાફ સાથે સચિન
આ તકે કાફે કોફી ડેના સ્ટાફ સાથે જોવા મળી રહેલો સચિન તેંડુલકર












Click it and Unblock the Notifications
