• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગોડ્સ ઓફ ક્રિકેટનો યુવીને સંદેશ, બચાવમાં ઉતર્યા માહી-ભજ્જી

|

રવિવારે બાંગ્લાદેશના મીરપુરના શેર એ બાંગ્લા સ્ટેડિયમ ખાતે રમાયેલી ટી20 વિશ્વકપની ફાઇનલ મેચમાં ભારતનો કારમો પરાજય થયો. ભારતે શ્રીલંકા સામે 130 રનનો સામન્ય લક્ષ્યાંક મુક્યો હતો જે શ્રીલંકાએ ચાર વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. મેચ પૂર્ણ થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમના ચાહકો ભારે ગુસ્સે ભરાયા હતા અને બધા જ ગુસ્સો યુવરાજ સિંહ પર કાઢી રહ્યાં હતા.

એથી પણ વધુ કે કેટલાક ચાહકો એ યુવરાજ સિંહના ઘરે પથ્થમારો કર્યો તો ક્યાંક યુવરાજ સિંહના પોસ્ટર સળગાવવામાં આવ્યા. ક્રિકેટ વિશ્લેષકોએ પણ યુવરાજની ફાઇનલ મેચની ઇનિંગની આકરી ટીકા કરી. અમુક ટીકાકારોએ યુવરાજમાં હવે પહેલા જેવી ક્રિકેટ બચી નથી તેવું પણ કહી દીધું. જોકે આ બધાની વચ્ચે યુવરાજના મોટા ભાઇ સમાન અને ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર તેના બચાવમાં આવ્યા તો હરભજન સિંહ અને મહેન્દ્ર સિંહ ધોનીએ પણ યુવરાજ સિંહનો બચાવ કર્યો છે.

સચિને યુવરાજની ઇનિંગની ટીકા કરવી યોગ્ય છે પરંતુ તેનામાં પહેલા જેવી ક્રિકેટ નથી તે કેહવું ઉચિત નહીં હોવાનું જણાવ્યું છે, ધોનીએ અને ભજ્જીએ યુવી માટે એ દિવસ સારો નહોતો તેમ જણાવ્યું છે. આ સાથે જ સચિને યુવરાજને એક સંદેશો પણ પાઠવ્યો છે, તો ચાલો તસવીરો થકી વાંચીએ કે સચિને યુવરાજને પાઠવેલાં સંદેશામાં શું લખ્યું છે.

શું છે યુવીને સચિનનો સંદેશ?

શું છે યુવીને સચિનનો સંદેશ?

સચિન તેંડુલકરે ફેસબુક પર લખ્યું છે કે, યુવી, એક ખરાબ દિવસ આટલા વર્ષોની તારી આટલી સારી મધુર સ્મૃતિઓમાં તમારા અપાર યોગદાનને ઓછું કરી શકે નહીં. તારો સમય ભલે અત્યારે ખરાબ હોય, પરંતુ હજું તુ ચુક્યો નથી. હું તને જણાવવા માગું છું કે મારી જેમ આખા વિશ્વમાં અનેક લોકો એવા છે જે ઇચ્છે છે કે તું 2015 વિશ્વકપ ટીમનો ભાગ બને.

શું કહ્યું સચિન તેંડુલકરે?

શું કહ્યું સચિન તેંડુલકરે?

સચિને કહ્યું કે, તેના માટે રવિવારનો દિવસ ખરાબ રહ્યો, જેના માટે તેની ટીકા કરી શકાય છે, પરંતુ તેને ખતમ માની લેવો એ ખોટું છે. હું યુવીની સંઘર્ષશિલતાનો દિવાનો છું, જેણે મેદાન અને મેદાનની બહાર અને પડકારોનો સામનો કર્યો છે. વિપરીત પરિસ્થિતિઓ સામે લડવાની ક્ષમતા જોઇને કહીં શકુ છુ કે તે મજબૂતી સાથે પાછો ફરશે અને પોતાના ટીકાકારોને ખોટા સાબિત કરશે.

શું કહ્યું હરભજન સિંહે?

શું કહ્યું હરભજન સિંહે?

હરભજન સિંહે ટ્વીટ કર્યું છે કે આ જોઇને આશ્ચર્ય થઇ રહ્યું છે કે બધા જ યુવરાજને દોષી માની રહ્યાં છે. આ એ વ્યક્તિ છે કે જેણે આપણને બે વિશ્વકપમાં જીત અપાવી છે. ભારતનો તે એક દુર્લભ મેચ વિજેતા છે. ખેલ સમિક્ષકો દ્વારા યુવરાજની ટીકા કરવામાં આવી રહી છે અને ઓનલાઇન પ્રશંસકો તેની 21 બોલમાં 11 રનની ઇનિંગની ટીકા કરી રહ્યાં છે, જેમાં ભારતીય ટીમ માત્ર 130 રનનો લક્ષ્યાંક મૂકી શકી હતી, જેમાં શ્રીલંકાએ વિજય મેળવી ટી20 કપ પોતાના નામે કરી લીધો છે.

શું કહ્યું મહેન્દ્ર સિંહ ધોનીએ?

શું કહ્યું મહેન્દ્ર સિંહ ધોનીએ?

ધોનીએ મેચ બાદ કહ્યું કે યુવરાજ માટે આ એક સારો દિવસ નહોતો. તેણે સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો પરંતુ મેદાનમાં ઉતરતા પહેલાંથી જ બોલને ફટકારવું સહેલું નહોતું. યુવરાજને લઇને પૂછવામાં આવેલા કેટલાક પ્રશ્નોના જવાબ તેણે ટાળ્યા હતા.

English summary
Sachin Tendulkar came out strongly in the defence of middle-order batsman Yuvraj Singh whose poor batting in the World T20 final against Sri Lanka has been severely panned by experts and fans across the country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more