Vinesh Phogat disqualified : વિનેશ ફોગાટના સમર્થનમાં ઉતર્યા સચિન તેંડુલકર, કહ્યું- આ ન્યાય નથી
Vinesh Phogat disqualified : માત્ર 100 ગ્રામ વધારે વજનને કારણે બહાર કરી દેવાતા વિનેશ ફોગાટ સાથે સાથે દેશભરના લોકોનું દિલ તુટ્યુ છે. હવે સચિન તેંડુલકર વિનેશ ફોગાટના સમર્થનમાં આવ્યા છે.
50 કિગ્રા વર્ગમાં વિનેશ ફોગાટ જબરદસ્ત પ્રદર્શન કરતા ફાઇનલમાં પહોંચી હતી. ફાઇનલના દિવસે વધુ વજનના કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. આ સાથે વિનેશ ફોગાટનું ગોલ્ડ મેડલ જીતવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું છે.

હવે ભારતીય દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે ટ્વિટ કરીને વિનેશ ફોગાટનું સમર્થન કર્યું છે. વિનેશે સંયુક્ત સિલ્વર મેડલની માંગ સાથે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં અપીલ કરી છે. સુનાવણી સુનિશ્ચિત છે અને તેણીને તેના તરફેણમાં નિર્ણયની અપેક્ષા છે.
સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પર લખ્યું કે, વિનેશ સિલ્વર મેડલની હકદાર છે. અમ્પાયરને બોલાવવાનો સમય આવી ગયો છે! દરેક રમતના નિયમો હોય છે અને કદાચ ક્યારેક તેના પર પુનર્વિચાર થવો જોઈએ.
વિનેશ ફોગાટે ફાઈનલ માટે યોગ્ય રીતે ક્વોલિફાઈ કર્યું હતું. ફાઈનલ પહેલા વજનના આધારે તેમને ગેરલાયક ઠેરવવા અને તેમની પાસેથી સિલ્વર મેડલ છીનવી લેવો એ તર્ક અને ખેલદિલી વિરુદ્ધ છે.
#VineshPhogat #Paris2024 #Olympics @WeAreTeamIndia pic.twitter.com/LKL4mFlLQq
— Sachin Tendulkar (@sachin_rt) August 9, 2024
સચિન તેંડુલકરે વધુમાં કહ્યું કે, અયોગ્યતા વાજબી ગણી શકાય જો તે નૈતિક ઉલ્લંઘનને કારણે હોય જેમ કે પ્રભાવ વધારતી દવાઓનો ઉપયોગ. આવા સંજોગોમાં કોઈ મેડલ ન આપવાનું યોગ્ય રહેશે. વિનેશની સ્થિતિ અલગ છે અને નિયમોની સમીક્ષા કરવાની જરૂર છે.












Click it and Unblock the Notifications
