For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભૂલથી માસ્ટર બ્લાસ્ટરને પહેરાવી દેવાઇ ખોટી ટી-શર્ટ!

|
Google Oneindia Gujarati News

સિડની, 21 એપ્રિલ: ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ખેલાડી અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું નવુ મીણનું પૂતળું શનિવારે સમર્થકો વચ્ચે તેમના મનપસંદ વિદેશી મેદાન ઓસ્ટ્રેલિયાના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર મૂકવામાં આવ્યું હતું. આ પૂતળાને ડાર્લિંગ હાર્બર સ્થિત ફેમશ મેડમ તુસ્સાડના સંગ્રહાલયમાં મૂકવામાં આવ્યું છે.

સદી ફટકાર્યા બાદ ખુશી વ્યક્ત કરવા માટે સચિન જે રીતે પોતાનું હેલ્મેટ અને બેટ હવામાં ઉચું કરે છે, પૂતળાને પણ એ જ રીતે બનાવવામાં આવ્યું છે. આ પૂતળાને એવી જ રીતે બનાવવામાં આવ્યું છે, જેમ કે લંડન સ્થિત સંગ્રહાલયમાં રાખવામાં આવ્યું છે. સિડનીમાં તેંડુલકરના પૂતળાને ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટ ખેલાડી સર ડોન બ્રેડમેન અને શેન વોર્નના પૂતળાની પાસે રાખવામાં આવસે.

sachin statue
જોકે ચચિનના મીણના આ નવા પૂતળામાં એક ભૂલ થઇ ગઇ છે. પૂતળાને 2012માં યોજાયેલ ટી-20 વર્લ્ડકપની ટી-શર્ટ પહેરાવવામાં આવી છે, જોકે સચિન આ ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર ટીમના સભ્ય જ ન્હોતા.

વાસ્તવમાં સચિનના રેકોર્ડને જોઇએ તો તેમણે અત્યાર સુધી રમાયેલી ચાર ટી-20 વર્લ્ડકપમાં ક્યારેય ભાગ નથી લીધો. તેમણે ભારત માટે માત્ર એક ટી-20 મેચ જોહાનિસબર્ગમાં રમી હતી, જ્યારે ટીમ ઇન્ડિયા 2006-07માં દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ગઇ હતી.

English summary
Sachin Tendulkar's waxwork in Sydney has wrong T-Shirt!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X