મેં હજુ નિવૃત્તિ અંગે નથી વિચાર્યુઃ સચિન તેંડુલકર
મુંબઇ, 4 સપ્ટેમ્બરઃ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે ક્રિકેટમાંથી નિવૃત્તિ અંગેની અટકળોને ફરી એકવાર ખારીજ કરી છે. એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુંમાં સચિને કહ્યું કે, મને નથી લાગતું કે આ અંગે મારે હજુ વિચારવાની જરૂર છે.
એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, સચિન આ વર્ષે પોતાની 200મી ટેસ્ટ મેચ પોતાના ગૃહનગર મુંબઇમાં રમી શકે છે અને આ તેમની અંતિમ મેચ હશે, ત્યારબાદ તે નિવૃત્તિની ઘોષણા કરી દેશે, ઝી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુંમાં સચિનને દેશ તરફથી તેને ક્રિકેટના ભગવાન કહેવામાં આવવા અંગે જણાવ્યું કે, હું ભગવાન નથી, હું માત્ર ક્રિકેટ રમું છું, ઉપરવાળાના આશિર્વાદ છે, અત્યારસુધી જે પણ મારા જીવનમાં આવ્યા તેમનો આભાર.

એક તરફ ખેલ વિવાદોમાં ફસી રહ્યો છે તેવા તેમણે પોતાની વિશ્વસનીયતા કેવી રીતે સાચવી રાખી છે. આ અંગે સચિને કહ્યું કે, સ્કૂલના સમયમાં જ્યારે હું કંઇક હાંસલ કરતો તો ઘરમાં સાધારણ રીતે ખુશી મનાવવામાં આવતી હતી, ભગવાને મીઠાઇ ભેટ કરાતી, મારા ભાઇ હંમેશા કહેતા હતા કે લોકોને મેચ અંગે વાત કરવા દો તુ આગળ વધતો રહે.












Click it and Unblock the Notifications
