વિરાટ કોહલીની 50 સદી પર સચિન તેંડુલકરનું દિલ જીતનારૂ નિવેદન, જાણો શું કહ્યું?
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલો આજનો સેમિફાઈનલ મુકાબલો વિરાટ કોહલીના નામે રહ્યો છે. 50 મીં સદી સાથે વિરાટ કોહલી વન ડે ઇતિહાસમાં સૌથી વધુ સદી ફટકારનારો ખેલાડી બન્યો છે.
આ પહેલા વનડેમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો. સચિન તેંડુલકરે વન ડેમાં 49 સદી ફટકારી છે.

વિરાટ કોહલીએ આ બાંગ્લાદેશ સામેની મેચમાં સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી હતી. હવે વર્લ્ડ કપની સેમીફાઈનલમાં વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો સૌથી વધુ સદીનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે વિરાટ કોહલી આ રેકોર્ડ બનાવી રહ્યો હતો ત્યારે સચિન તેંડુલકર મેદાનમાં હાજર હતો. આ સિવાય વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા પણ મેદાનમાં હાજર રહી હતી.
આ સિવાય મેદાન પર ફૂટબોલ દિગ્ગજ ડેવિડ બેકહામની પણ હાજરી છે. પહેલી ઈનિંગબાદ ડેવિડ બેકહામ અને સચિન તેંડુલકરે વિરાટ કોહલીને ગળે લગાવીને અભિનંદન પાઠવ્યા હતા.
આ શાનદાર ઇનિંગ બાદ વિરાટ કોહલીએ કહ્યું કે, આ મારા માટે જબરદસ્ત અનુભવ છે. આ મારા માટે એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું અહીં સુધી પહોંચીશ. હું જે વ્યક્તિને સૌથી વધુ પ્રેમ કરું છું તે અનુષ્કા હતી, મારી સામે મારા હીરો સચિન તેંડુલકર હાજર હતા. આ એક એવી ક્ષણ છે જે ક્યારેય નહીં ભૂલાય.
વિરાટ કોહલીની 50મીં સદી બાદ સચિન તેંડુલકરે તેને અભિનંદન પાઠવ્યા અને લખ્યું કે, જ્યારે હું તને પહેલીવાર ડ્રેસિંગ રૂમમાં મળ્યો ત્યારે અન્ય સાથી ખેલાડીઓએ તું મારા પગે લાગ્યો તેની ઉડાવી હતી. તે દિવસે હું હસવાનું રોકી શક્યો નહોતો. પરંતુ ટૂંક સમયમાં તું જુસ્સા અને પ્રતિભાથી મારા દિલને સ્પર્શી ગયો.
હું ખૂબ જ ખુશ છું કે એક યુવાન છોકરો મહાન ખેલાડી બન્યો છે. હું તેનાથી વધુ ખુશ ન હોઈ શકું કે મારો રેકોર્ડ એક ભારતીય દ્વારા તોડવામાં આવ્યો છે અને તે પણ આટલા મોટા સ્ટેજ પર, વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચમાં અને તે પણ મારા હોમ ગ્રાઉન્ડ પર આ સોના પર સુહાગા સમાન છે.












Click it and Unblock the Notifications
