યુવરાજે સાઇના નેહવાલની આત્મકથાનું કર્યું વિમોચન
નવી દિલ્હી, 29 નવેમ્બર: સાઇના નેહવાલ હજી ઘુંટણની ઇજાથી બહાર આવી નથી છતાં તેણે એવી હટ પકડી છે કે તે આવતા મહિને ચીનમાં યોજાનારી સુપર સીરિઝ ફાઇનલ્સમાં જરૂર રમશે.સાઇનાએ જણાવ્યું કે 'ચીનમાં સુપર સિરિઝ યોજાવાની છે, દુનિયાના ટોચના ખેલાડીઓ આ સ્પર્ધામાં ઝંપલાવશે. ગયા વર્ષે પણ ફાઇનલમાં હું હારી હતી માટે આ વર્ષે હું આ સિરિઝને લઇને ઉત્સુક છું.'

આ મહિને હોંગકોંગ ઓપનના બીજા રાઉન્ડમાં બહાર થઇ જવાને છોડીને ઓલિમ્પિક બાદ સાઇનાએ સારુ પ્રદર્શન કર્યું છે. તેમણે ડેનમાર્ક ઓપનનો ખિતાબ પોતાના નામે કર્યો અને ફ્રાંસ ઓપનના ફાઇનલમાં પહુંચી હતી. હાલમાં તે ઘુંટણે પટ્ટી બાંધીને રમનાર સાઇનાએ જણાવ્યું હતું કે 'ડેનમાર્ક અને ફ્રાંસ બાદ મને આરામનો સમય મળ્યો નથી.'












Click it and Unblock the Notifications
