For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સર્વશ્રેષ્ઠ ખેલાડીની દોડમાં સાઇના, શું રચશે ઇતિહાસ?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

saina
કુઆલાલંપુર, 29 માર્ચ: ભારતની સ્ટાર બેડમિંટન ખેલાડી અને લંડન ઓલંમ્પિકમાં કાસ્ય પદક સહિત વિભિન્ન ટૂર્નામેન્ટોમાં શાનદાર રમત રમી તમામ ખિતાબો જીતનાર સાઇના નેહવાલને વર્લ્ડ બેડમિંટન મહાસંઘ (બીડબ્લ્યૂએફ)એ વર્ષ 2012ની સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડી તરીકે નામાંકિત કરી છે. વર્લ્ડ રેકિંગમાં બીજું સ્થાન મેળવનાર સાઇના નેહવાલ આ શીર્ષ પુરસ્કાર માટે નામાંકિત થનાર પાંચ દાવેદારોમાં એકલી ગેર ચીની ખેલાડી છે. આ પુરસ્કારોની જાહેરાત 18 મેના રોજ કરવામાં આવશે.

સાઇના નેહવાલ સિવાય બીડબ્લ્યૂએફે જે ચાર ખેલાડીઓને આ પુરસ્કાર માટે નામાંકિત કર્યા છે તેમાં 2012માં લંડન ઓલંમ્પિકમાં સુવર્ણ પદક સહિત આઠ ખિતાબ જીતનાર લી હુરઇ, ઓલંપિકમાં રજત પદક વિજેતા વાંગ યિહાન, ઓલંમ્પિકમાં મહિલા ડબલ્સમાં સુવર્ણ પદક જીતનાર તિયાન ક્વિંગ અને ઝાઓ યુનલેઇનો સમાવેશ થાય છે. સાઇના નેહવાલે ગત વર્ષે બે સુપર સીરીઝ (ઇન્ડોનેશિયાઇ ઓપન અને ડેનમાર્ક ઓપન) અને બે ગ્રાંપી ગોલ્ડ પ્રતિયોગિતા (થાઇલેન્ડ ઓપન ગ્રાં પ્રિ અને સ્વિસ ઓપન) પોતાના નામે કર્યા હતા. આ ઉપરાંત હૈદ્રાબાદી ખેલાડીએ લંડન ઓલંમ્પિકમાં કાંસ્પ પદક જીત્યો હતો.

પુરૂષ વર્ગમાં જે ખેલાડીઓને આ ખિતાબ માટે નામાંકિત કરવામાં આવ્યાં છે તેમાં બે વાર ઓલંમ્પિકમાં સુવર્ણ પદક વિજેતા ચીનના લિન ડૈન અને તેમના પ્રતિદ્રંદ્રી મલેશિયાઇ અને વિશ્વ નંબર વન ખેલાડી લી ચોંગ વેઇનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ઓલંમ્પિકમાં કાંસ્ય પદક વિજેતા ચીની ખેલાડી ચેન લોંગ ચાઇ યુન અને ફૂ હઇફેંગ (ચીન) અને સંન્યાસ લઇ ચુકેલા કોરીયાઇ ખેલાડી જુંગ જે સુંગનો સમાવેશ થાય છે.

English summary
Ace Indian shuttler Saina Nehwal was on Wednesday nominated for the 2012 Female Player of the Year Award of the Badminton World Federation on the back of an impressive performance in London Olympics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X