SPORTS UPDATE: સાનિયા મિર્ઝા બની તેલંગણાની બ્રાન્ડ એમ્બેસેડર
વિશ્વમાં એક રીતે જોઇએ તો ક્રિકેટ અને ફૂટબોલ બે એવી રમતો છે કે જેનો ક્રેઝ દરેક દેશોમાં છવાયેલો જોવા મળે છે. જોકે આ સાથે જ અનેક એવી રમતો છે, જે વિશ્વના અમુક ભાગોમાં ઘણી જ લોકપ્રિય છે અને એ રમતો સાથે જોડાયેલા ખેલાડીઓના ચાહકોની સંખ્યા પણ વધારે છે. તો તેમાની કેટલીક રમતો ના દર્શકો ભારત જેવા અન્ય દેશો કે જ્યાં એ રમતોનો જોઇએ તેટલો ક્રેઝ નથી છતાં દર્શકો અને એ રમતોના રસિકો આપણને જોવા મળી જાય છે. જેને ધ્યાનમાં રાખીને અમે અહીં આજના ટોપ સ્પોર્ટ્સ ન્યુઝ અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ.
આજના તાજા સમાચારની વાત કરવામાં આવે તો દેશના સૌથી નવા રાજ્ય તેલંગણાની સરકારે મંગળવારે દેશની ટોચની મહિલા ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને રાજ્યની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે. બ્રાઝિલિયન ફૂટબોલ ક્લબ પાલમિરાસ આર્જેન્ટિનાના યુવા ખેલાડી અગસ્ટિન એલિઓન સાથે કરાર કરવા રાજી થઇ ગયું છે. એલિઓન હાલ આર્જેન્ટિયન ક્લબ વેલેજ સાર્સફીલ્ડસાથે જોડાયેલો છે. વિશ્વભરમાં સ્પોર્ટ્સ ન્યુઝ પર એક આછેરી નજર મારવા માટે તસવીરો પર ક્લિક કરો.

આર્જેન્ટિયન ખેલાડી એલિઓન સાથે પાલમિરાસ કરશે કરાર
બ્રાઝિલિયન ફૂટબોલ ક્લબ પાલમિરાસ આર્જેન્ટિનાના યુવા ખેલાડી અગસ્ટિન એલિઓન સાથે કરાર કરવા રાજી થઇ ગયું છે. એલિઓન હાલ આર્જેન્ટિયન ક્લબ વેલેજ સાર્સફીલ્ડસાથે જોડાયેલો છે.

ગ્લાસ્ગોમાં ભારતીય ટેબલ ટેનિસ ખેલાડીઓએ દેખાડવો પડશે દમ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારત આપહેલા બે વાર ટેબલ ટેનિસમાં શાનદાર પ્રદર્શન કરીને આઠ મેડલ મેળવી ચૂક્યું છે, પરંતુ આ વખતે બુધવારથી સ્કોટલેન્ડની રાજધાની ગ્લાસ્ગોમાં શરૂ થઇ રહેલી આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ માટે ભૂતકાળનું પુનરાવર્તન કરવું એટલું સહેલું નહીં રહે.

જોકોવિક ટોચ પર યથાવત
આ મહિને શરૂઆતમાં વિંબલડન જીતીને ટોચના ક્રમાંકે પહોંચલો સાર્બિયાનો ટેનિસ સ્ટાર નોવાક જોકોવિક તાજા એટીપી રેન્કિંગમાં પણ ટોચના સ્થાને પહોંચી ગયો છે. જોકે સ્પેન ખેલાડી રાફેલ નડાલ અંકોના આધારે જાકોવિકથી બહુ પાછળ નથી.

સાનિયા મિર્ઝા બની તેલંગણાની બ્રાન્ડ એમ્બેસેડર
દેશના સૌથી નવા રાજ્ય તેલંગણાની સરકારે મંગળવારે દેશની ટોચની મહિલા ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને રાજ્યની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે.

ઇરાનના ફૂટબોલર કરીમીએ લીધો સન્યાસ
ઇરાનની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના સ્ટાર મિડફિલ્ડર અલી કરીમીએ ફૂટબોલમાંથી સન્યાસની જાહેરાત કરી છે. કરીમી પાંચ આંતરરાષ્ટ્રીય પ્રતિયોગિતામાં ભાગ લઇ ચૂક્યા છે. જેમાં 1998ના એશિયન ખેલો, 2000, 2004 અને 2007માં એશિયા કપ અને 2006નો ફીફા વિશ્વકપ સામેલ છે.












Click it and Unblock the Notifications
