Sania Mirza: હવે આ ક્રિકેટર સાથે જોવા મળી સાનિયા મિર્ઝા, શેર કરી તસવીર
Sania Mirza: પૂર્વ ભારતીય ટેનિસ ખેલાડી છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચામાં રહે છે. સાનિયા મિર્ઝા અંગે હાલ ઘણા સમાચારો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ વચ્ચે સાનિયા મિર્ઝાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ઘણા ફોટો શેર કર્યા છે.
સાનિયાએ શેર કરી તસવીર - સાનિયા મિર્ઝા પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શોએબ મલિકથી છૂટાછેડા લીધા બાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે સતત તેના મિત્રો અને પરિવાર સાથે નવી તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. સાનિયા મિર્ઝાએ ફરી એકવાર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. જે બાદ તેને લઈને ચર્ચાનો માહોલ ગરમાયો છે.

રોબિન ઉથપ્પા સાથે જોવા મળી - સાનિયા મિર્ઝાની જેમ શીતલ ગૌતમ પણ ભારત માટે ટેનિસ રમી ચૂકી છે. શીતલ ગૌતમના લગ્ન પૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પા સાથે થયા હતા. શીતલ ગૌતમ અને સાનિયા મિર્ઝાની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.
સાનિયા મિર્ઝા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં શીતલ ગૌતમની તસવીર પણ છે. આ તસવીરમાં શીતલ ગૌતમ તેના પતિ રોબિન ઉથપ્પા સાથે જોવા મળી રહી છે.
ઉથપ્પાની ક્રિકેટ કારકિર્દી છે શાનદાર - શીતલ ગૌતમ એક ભારતીય પ્રોફેસનલ ટેનિસ ખેલાડી છે. શીતલ પાંચ ITF સિંગલ્સ અને 13 ITF ડબલ્સ ટાઇટલ જીતવામાં સફળ રહી છે.
રોબિન ઉથપ્પાની વાત કરીએ, તો રોબિન ઉથપ્પાએ લાંબા સમયથી ભારત માટે ક્રિકેટ રમી છે. આ સિવાય તે IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે પણ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.
શોએબ મલિક સાથે તૂટેલા સંબંધો - સાનિયા મિર્ઝાએ 2010માં પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા. લગભગ 14 વર્ષ બાદ હવે સાનિયા મિર્ઝા અને શોએબ મલિક વચ્ચેનો સંબંધ તૂટી ગયો છે.
શોએબ મલિકે વર્ષ 2024ની શરૂઆતમાં પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન કર્યા હતા. મલિકના લગ્ન બાદથી સાનિયા મિર્ઝા સતત ચર્ચામાં છે.












Click it and Unblock the Notifications
