સાનિયા બની વિશ્વની નંબર 1 મહિલા યુગલ ખેલાડી, મોદીએ પાઠવી શુભેચ્છા
ચાર્લ્સટન, 13 એપ્રિલ: એકવાર ફરીથી ભારતની બેટી સાનિયા મિર્ઝાએ દેશનું માથું ગર્વથી ઊંચુ કર્યું છે. હા, સાનિયા મિર્ઝાએ સ્વિટ્ઝર્લેન્ડની પોતાની સાથી ખેલાડી માટ્રિના હિંગિસની સાથે ફેમિલી સર્કલ કપ ખિતાબ જીતી લીધો છે. આની સાથે જ સાનિયા સર્ચોચ્ચ વિશ્વ ક્રમની ખેલાડી બની ગઇ છે.

દેશના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સાનિયા મિર્ઝાને આ સફળતા બદલ શુભેચ્છા પાઠવી છે.
Heartiest Congratulations Sania on becoming world no 1 player in Tennis Doubles #PresidentMukherjee
— President of India (@RashtrapatiBhvn) April 12, 2015 અત્રે નોંધનીય છે કે સાનિયા મિર્ઝાએ હાલમાં જ જણાવ્યું હતું કે તેઓ વિશ્વ નંબર 1 ખેલાડી બનવા માગે છે. એટલા માટે જ ટ્રોફી લીધા બાદ સાનિયાએ જણાવ્યું કે 'દુનિયામાં નંબર એક બનવું કોઇ બાળકના સપનાની પૂર્તિ થવા સમાન હોય છે.'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સાનિયા મિર્ઝાને ટ્વિટ કરીને પોતાની આ સફળતા માટે શુભેચ્છા પાઠવી છે.
An excellent accomplishment @MirzaSania! Congrats on being World Number 1 in doubles.
— Narendra Modi (@narendramodi) April 12, 2015 સાનિયાએ માર્ટિના હિંગિસના દિલ ખોલીને વખાણ કર્યા
સાનિયાએ જણાવ્યું કે 'આ ઉપલબ્ધિ હિંગિસ સિવાય કોઇ અન્યની સાથે હાસલ કરવા અંગે વિચારી પણ નથી શકતી. જ્યારે અમે અત્રે આવ્યા હતા તો અમારા દિમાગમાં એક જ હતી, શ્રેષ્ટ સ્થાન પર પહોંચવું અને હિંગિસે વાસ્તવમાં તેમાં મને ઘણી મદદ કરી. તેમણે મને છેલ્લા ઘણા અઠવાડીયામાં ઘણી મદદ કરી છે.'
નંબર વન બનવું એક સપનાનું સાકાર થવા બરાબર છે
અત્રે નોંધનીય છે આ વર્ષે સતત ત્રીજું ટાઇટલ જીતનારી સાનિયા-હિંગિસની જોડીને વર્ષના છેલ્લા ટૂર્નામેન્ટ ડબલ્યૂટીએ ફાઇનલ્સમાં પહેલા જ શ્રેષ્ઠ ક્રમ આપવામાં આવી ચૂકેલ છે.












Click it and Unblock the Notifications
