For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેંડુલકરનો રેકોર્ડ તોડી સરફરાજે મેળવ્યું અન્ડર 19માં સ્થાન

|
Google Oneindia Gujarati News

sachin-sarfaraz
આજમગઢ, 18 જૂનઃ હેરિસ સીલ્ડ ટૂર્નામેન્ટમાં સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડનારા સરફરાજ ખાનને અન્ડર 19 ટીમ માટે પસંદ કરવામાં આવ્યો છે. સરફરાજે સચિન દ્વારા બનાવવામાં આવેલા 346 રનનો રેકોર્ડ તોડ્યો અને 439 રનની ઇનિંગ રમી. અન્ડર 19 ટીમમાં પસંદગી બાદ સરફરાજ ઓસ્ટ્રેલિયામાં થનારી ટ્રાઇ સીરીઝની ટૂર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

આ પસંદગીથી ગદગદ આજમગઢ વિકાસ સંઘર્ષ સમિતિ અને જિલ્લા ક્રિકેટ સંઘના રોડવેજ સ્થિત જિલ્લા કાર્યાલયમાં સમારોહનું આયોજન કરીને સરફરાજના પિતા અને તેના કોચને સન્માનિત કરવામાં આવ્યા. તેમે 2009માં એ જ ટૂર્નામેન્ટમાં સચિનનો રેકોર્ડ તોડ્યો, જેમાં સચિને ત્રેવડી સદી લગાવી હતી.

સરફરાજ 22 જૂનને ઓસ્ટ્રેલિયા જશે. જ્યાં 30 જૂને ઓસ્ટ્રેલિયન ટીમ સામે ભારત ટકરાશે. આ તકે જિલ્લાના લોકોમાં ખુશીનો માહોલ છે, લોકોએ સમારોહમાં સરફરાજના પિતા અને તેમના કોચને ફૂલોની માળાઓ પહેરાવી હતી.

આજમગઢ સંઘર્ષ સમિતિના અધ્યક્ષ અને જિલ્લા ક્રિકેટ ટીમના સચિવ એસ કે સત્યેને કહ્યું કે, આ જિલ્લા માટે એક મોટી ઉપાધી છે. અમે આ વાતતી ઘણા જ ખુશ છીએ. સરફરાજ જિલ્લાનો આ બીજો ખેલાડી છે, જેની પસંદગી ભારતીય ટીમમાં થઇ છે. આ પહેલા અબ્દુલ્લા ઇકબાલની પસંદગી કરવામાં આવી હતી.

English summary
Sarfaraz Khan has been selected for under-19 cricket team of India. He is from Azamgarh. He broke the record of Sachin Tendulkar in a tournament.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X