For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપ્રીમ કોર્ટે સચિન વિરુદ્ધની યાચિકા ખારીજ કરી

|
Google Oneindia Gujarati News

sachin-tendulkar
નવીદિલ્હી, 30 ઑક્ટોબરઃ ભારતના મહાન ખેલાડી સચિન તેંડુલકરને રાજ્ય સભામાં સાંસદ તરીકે નીમૂણક કરવા પદલ દાખલ યાચિકને સુપ્રીમ કોર્ટે રદ કરી છે. નોંધનીય છે કે આ યાચીકા અલ્હાબાદ અને દિલ્હી હાઇકોર્ટમાં વિલંબિત બે યાચિકાઓના સ્થળાતંરણ માટે દાખલ કરી હતી.

યાચિકા દાખલ કરનાર દિલ્હીના પૂર્વ ધારાસભ્ય રામ ગોપાલ સિંહ સિસોદિયાએ યાચિકામાં કહ્યું હતું કે ખેલ સાથે જોડાયેલા કોઇપણ વ્યક્તિને રાજ્ય સભામાં સામેલ કરવું અસંવેધાનિક છે. તેમનો મત હતો કે સંવિધાનમાં વર્ણિત ચાર વર્ગ, કળા, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને સાહિત્ય જગત સાથે જોડાયેલી વ્યક્તિઓને રાજ્ય સભામાં સામેલ કરવામાં આવા જોઇએ. સંવિધાનની શ્રેણીઓમાં ક્રિકેટર આવતા નથી અતઃ સચિન તેંડુલકરનું રાજ્યસભામાં નામાકંન થવું અસંવૈધાનિક છે.

દેશની બે હાઇકોર્ટમાં દાખલ એક જ પ્રકારના કેસો સુપ્રીમ કોર્ટમાં લાવવા અંગે વિચાર કરવા અંગે તેમણે યાચિકા કરી હતી. તેના પર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ અલ્તમસ કબીરે તેના પર વિચાર ન કરવાલાયક કેસ કહીને ખારીજ કરી દીધી છે. ત્રણ સભ્યોની પીઠમાં સામેલ અન્ય બે ન્યાયધીશો સુરિન્દર સિંહ નિજ્જર અને જે ચેલામેશ્વરે પણ મુખ્ય ન્યાયધીશના આ નિર્ણયનું સમર્થન કર્યું હતું. આ ઉપરાંત આ મુદ્દાને દેશની ટોચની કોર્ટમાં લાવવા અંગે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.

English summary
A plea for transfer of two petitions pending in different High Courts to the apex court against nomination of cricketer Sachin Tendulkar to the Rajya Sabha was dismissed by the Supreme Court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X