સેહવાગ ઇજાના કારણે ટી-20 ચેમ્પિયન્સ લીગમાંથી થઇ શકે છે બહાર

ભારતીય ક્રિકેટ ટીમના મીડિયા મેનેજર ડો. આર. એન. બાબાએ જણાવ્યું હતું કે આઇસીસી વર્લ્ડ ટ્વેન્ટી 20માં સાઉથ આફ્રિકા સામેની મેચમાં સેહવાગને ડાભા પગમાં ઇજા પહોંચી હતી. જેના કારણે સહેવાગે 14 દિવસનો આરામ કરવાની જરૂર છે.
ચોથી ઓવરમાં જ્યારે ઈરફાન પઠાણે જેકસ કાલિસની વિકેટના સેલિબ્રેશન વખતે સેહવાગ ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. ત્યારબાદ તેના બદલે ફિલ્ડીંગમાં મનોજ તિવારીને મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો. પછી છેક સુધી સેહવાગ મેદાનમાં પાછો ફર્યો ન હતો.
સેહવાગનું ટીમમાં ના હોવું એ દેલ્હી ડેરડેવિલ્સ માટે નુકસાનરૂપ સાબિત થઇ શકે છે, કારણ કે સેહવાગ ટીમનો ચાવીરૂપ પ્લેયર છે. ડેરડેવિલ્સ તેના અભિયાનની શરૂઆત કેકેઆર સામે 13 ઓક્ટોબરથી કરશે.
સહેવાગે ટી-ટ્વેન્ટી વર્લ્ડકપમાં ખૂબ જ નબળો દેખાવ કર્યો છે. સહેવાગે મુકાબલા દરમિયાન રમવા મળેલી ત્રણ ઇનિંગ્સમાં માત્ર 54 રનનો સ્કોર કર્યો હતો.












Click it and Unblock the Notifications
