ભારતમાં રમવા મુદ્દે શોએબ અખ્તરનું મોટુ નિવેદન, જાણો એશિયા કપ વિશે શું કહ્યું?
ભારતીય ટીમે પાકિસ્તાન એશિયા કપ રમવા જવાની ના પાડી દીધી છે ત્યારે હવે શોએબ અખ્તરનું મોટુ નિવેદન સામે આવ્યુ છે. તેને ભારતમાં રમવાનું મિસ કરતો હોવાની વાત કરી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ વિવાદ તેમજ આતંકવાદને લઈને હાલ તમામ વ્યવ્હારો ઠપ્પ છે તેની અસર બન્ને દેશોના ક્રિકેટ પર પડી છે. ભારતીય ટીમને પાકિસ્તાન એશિયા કપ રમવા મોકલવાની ભારતે ના પાડી દીધી છે ત્યારે હવે પાકિસ્તાની સ્ટાર ક્રિકેટર શોએબ અખ્તરનું એક ચૌકાવનારૂ નિવેેદન સામે આવ્યુ છે.

એક ઈન્ટવ્યૂમાં શોએબ અખ્તરે એશિયા કપ વિશે કહ્યું કે પહેલા પાકિસ્તાનમાં તેનું આયોજન થવું જોઈએ. જો આમ ન થાય તો એશિયા કપ શ્રીલંકામાં યોજાવો જોઈએ. તેને કહ્યું કે હું રમતગમતની બાબતમાં ભારતને મિસ કરું છું. ભારતમાં મને ઘણો પ્રેમ મળ્યો છે. વિરાટ કોહલીની રમત અંગે અખ્તરે કહ્યું કે, હું તેના ફોર્મમાં પરત ફરતા જોઈને આશ્ચર્ય પામ્યો નથી. તે એક અનુભવી ખેલાડી છે.
હાલ કતારના દોહામાં ચાલી રહેલી લિજેન્ડ્સ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ત્રણ ટીમો રમી રહી છે. ભારતીય મહારાજાની કપ્તાની ગૌતમ ગંભીર કરી રહ્યો છે. આ ઉપરાંત એશિયા લાયન્સ અને વર્લ્ડ જાયન્ટ્સની ટીમો પણ તેમાં ભાગ લઈ રહી છે. પાકિસ્તાનનો પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર એશિયા લાયન્સ તરફથી રમી રહ્યો છે. ભારતીય ખેલાડીઓ સામે રમતા અખ્તરે ભારતમાં રમેલા સમયને યાદ કર્યો હતો. અખ્તરનું માનવું છે કે ભારતમાં તેને ઘણો પ્રેમ મળ્યો છે અને તે ભારતની ધરતી પર રમવાનું તે મિસ કરે છે.
અહીં તમને જણાવી દઈએ કે, હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સંબંધો બંધ છે. બન્ને ટીમ માત્ર ઈન્ટરનેશનલ ક્રિકેટમાં જ સામસામે આવે છે. હાલમાં જ ભારતે પાકિસ્તાનમાં એશિયા કપ રમવાની ના પાડી દીધી છે.












Click it and Unblock the Notifications
