For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રિકેટ વિશ્વ સાથે જોડાયેલા કેટલાક અનોખા તથ્યો

|
Google Oneindia Gujarati News

ક્રિકેટ, વિશ્વ ભરમા જાણીતી અને લોકપ્રિય ગેમ છે અને તેને નિહાળવા અને પોતાના મનપસંદ ક્રિકેટરને મેદાન પર રમતો જોવા લોકો આતુર હોય છે. ભારત હોય કે ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ કે પછી દક્ષિણ આફ્રિકા અથવા તો અન્ય દેશો હોય, દરેક સ્થળે લોકોમાં આપણને આ ક્રેઝ જોવા મળે છે, ક્રિકેટ સાથે જોડાયેલી નાનામાં નાની બાબત પણ જો ક્યાંક જોવા કે પછી વાંચવા મળી જાય તો લોકોની નજર ત્યાંથી બીજે તરફ આકર્ષિત થવા માનતી નથી.

ત્યારે આ વખતે અમે અહીં એવી જ કેટલીક ક્રિકેટ સાથે જોડાયેલી બાબતોને લઇને આવ્યા છીએ કે જે અંગે બની શકે કે તમે કદાચ અજાણ હોવ. તો ચાલો તસવીરો થકી ક્રિકેટ સાથે જોડાયેલી આવી જ કેટલીક જાણી અજાણી વાતો પર નજર ફેરવીએ.

આઉટ છતાં નોટ આઉટ

આઉટ છતાં નોટ આઉટ

1997-98માં ફૈસલબાદમાં રમાયેલી એક ટેસ્ટ મેચમાં મુસ્તાક અહેમદ બોલિંગ કરી રહ્યાં હતા અને સામે પેટ સાયમોક્સ રમી રહ્યાં હતા, મુસ્તાકની બોલને સાયમોક્સ રમવાનું ચૂકી ગયા અને બોલ મીડલ સ્ટમ્પને અથડાયો, પરંતુ બેઇલ્સ નીચે પડી નહીં, જેથી તેમને આઉટ આપવામાં આવ્યા નહીં અને તેમણે આ મેચમાં 81 રન બનાવ્યા હતા.

કમાલનો ઓલ-રાઉન્ડર

કમાલનો ઓલ-રાઉન્ડર

આ ક્રિકેટરને વિશ્વનો ઓલ રાઉન્ડર કહેવામાં આવે છે, તેની પાછળનું કારણ છે કે, તે ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમનો સુકાની હતો, ઇંગ્લેન્ડ માટે તેણે ફૂટબોલની મેચ રમી છે અને ઇંગ્લેન્ડ માટે તેણે વિશ્વ લોંગ જમ્પનો રેકોર્ડ બનાવેલો છે, સ્પોર્ટ સિવાય તેણે લીગ ઓફ નેશનમાં ભારતને રીપ્રેઝન્ટ કર્યું હતુ અને જર્મનીમાં યુથ પ્રોગ્રામ ડેવલોપ કરવામાં આવી રહ્યો હતો ત્યારે હીટલરે તેનો સંપર્ક કર્યો હતો.

ક્રિકેટના ગ્રેટેસ્ટ બેટ્સમેન

ક્રિકેટના ગ્રેટેસ્ટ બેટ્સમેન

સર ડોનાલ્ડ જ્યોર્જ બ્રેડમેનને ક્રિકેટના શાનદાર બેટ્સમેન કહેવામાં આવે છે, તેમની છેલ્લી ટેસ્ટ ઇનિંગ ઓવેલમાં 1948માં હતી અને તેમને તેમની 100ની એવરેજને પૂર્ણ કરવા માટે 4 રનની જરૂર હતી, ત્યારે એરિક હોલિસે તેમને બોલ્ડ કર્યા હતા. તેમની શાનદાર ટેસ્ટ એવરેજ 99.94 અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 95.14 હતી, બન્ને વિશ્વ રેકોર્ડ છે. આ ઉપરાંત કોઇ એક ટેસ્ટ શ્રેણીમાં 974 રન બનાવવાનો રેકોર્ડ પણ તેમના નામે છે.

બે ટેસ્ટ ત્રેવડી બનાવનાર વેસ્ટ ઇન્ડિઝ બેટ્સમેન

બે ટેસ્ટ ત્રેવડી બનાવનાર વેસ્ટ ઇન્ડિઝ બેટ્સમેન

બ્રાઇન લારા એકમાત્ર વેસ્ટ ઇન્ડિઝ ખેલાડી છે કે, જેણે બે ટેસ્ટ ત્રેવડી સદી ફટકારી છે. આ ઉપરાંત તેણે બે વખત વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો છે. પહેલાં તેણે 375 રનનો રેકોર્ડ બનાવ્યો હતો જે મેથ્યુ હેડને તોડી નાંખ્યો હતો, ત્યાર બાદ તેણે નવો રેકોર્ડ બનાવ્યો હતો અને તે 400 રન પર અણનમ રહ્યો હતો. આ ઉપરાંત ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ તે એક રેકોર્ડ ધરાવે છે અને તે 501 રને અણનમ રહેવાનો છે.

સર ડોન બ્રેડમેનને હિટ વિકેટ આઉટ કરનાર ભારતીય

સર ડોન બ્રેડમેનને હિટ વિકેટ આઉટ કરનાર ભારતીય

લાલા અમરનાથ એકમાત્ર ખેલાડી છેકે જેઓએ સર ડોન બ્રેડમેનને હિટ વિકેટ આઉટ કર્યા હતા અને પ્રોબિર સેન એકમાત્ર વિકેટકીપર છે, જેમણે ટેસ્ટમાં ડોનને સ્ટમ્પ્ડ આઉટ કર્યા હતા.

ત્રિપલ ઇન્ટરનેશનલ

ત્રિપલ ઇન્ટરનેશનલ

મ્યુરિક ટર્નબોલ ત્રિપલ ઇન્ટરનેશનલ છે. તેણે ઇંગ્લેન્ડ માટે ક્રિકેટ, વોલ્સ માટે રગ્બી અને હોકી રમી છે અને સાઉથ વોલ્સ સ્કાઉસ ચેમ્પિયનશીપ પણ તે જીત્યો હતો. બીજા વિશ્વયુદ્ધમાં તેનું મોત થયું હતું, ત્યારે તે 38 વર્ષનો હતો.

પાંચ વિકેટ અને સદી ફટકારનાર એકમાત્ર ખેલાડી

પાંચ વિકેટ અને સદી ફટકારનાર એકમાત્ર ખેલાડી

ભારત સામે કલકતામાં રમાયેલી એક મેચમાં ન્યુઝીલેન્ડના ખેલાડી બ્રુસ ટેલરે આ સિદ્ધિ હાંસલ કરી હતી. તેણે 105 રનની ઇનિંગ રમી હતી અને 86 રનમાં પાંચ વિકેટ મેળવી હતી. આ સિદ્ધિ મેળવનાર તે એકમાત્ર ખેલાડી છે.

40 વર્ષની વયે ટેસ્ટ ડેબ્યુટ

40 વર્ષની વયે ટેસ્ટ ડેબ્યુટ

કોતર રામાસ્વામીએ 1922માં ડેવિસ કપમાં ભારતનું પ્રતિનિધત્વ કર્યું હતું અને 1936માં તેને 40 વર્ષની વયે ટેસ્ટ ડેબ્યુટ કર્યું હતું. 1985માં તે ઘરેથી બહાર ગયા બાદ ક્યારેય પાછા ફર્યા નથી કે કોઇને મળ્યા નથી.

પ્રથમ ત્રણ મેચમાં સદી

પ્રથમ ત્રણ મેચમાં સદી

વિશ્વ ક્રિકેટમાં આ કારનામું કરનાર એકમાત્ર ખેલાડી છે અને એ ભારતનો પૂર્વ સુકાની મહોમ્મદ અઝહરુદ્દિન છે. તેણે તેની કારકિર્દીની પ્રથમ સળંગ ત્રણ ટેસ્ટ મેચોમાં સદી ફટકારી હતી.

શાનદાર ટેસ્ટ ડેબ્યુટ અને રેકોર્ડ

શાનદાર ટેસ્ટ ડેબ્યુટ અને રેકોર્ડ

નરેન્દ્ર હિરવાણીએ પોતાની પ્રથમ મેચ 1998માં મદ્રાસ ખાતે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ રમી હતી, જેમાં તેણે 136 રન આપીને 16 વિકેટ લીધી હતી, આ સાથે જ તેણે શાનદાર ડેબ્યુટ કરતા એક વિશ્વ રેકોર્ડ તોડ્યો હતો અને એ પણ એક જ રનથી. હિરવાણી પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ખેલાડી બોબ મસ્સીના નામે હતો, તેણે 137 રન આપીને 16 વિકેટ પોતાની ડેબ્યુટ મેચમાં લીધી હતી.

અનોખી ટેસ્ટ ઇનિંગ

અનોખી ટેસ્ટ ઇનિંગ

વિશ્વ ક્રિકેટનો આ કદાચ પહેલો ખેલાડી હશે જેણે અનોખી રીતે ટેસ્ટ ક્રિકેટની શરૂઆત કરી હતી. શ્રીલંકાના ખેલાડી માર્વન અટાપટ્ટુએ પોતાની પ્રથમ છ ટેસ્ટ ઇનિંગમાં અનુક્રમે 0, 0, 1, 0, 0, 0 રન બનાવ્યા હતા. ત્યારે બાદ ટેસ્ટ ક્રિકેટ ટીમમાં પરત ફર્યા બાદ તેણે છ ટેસ્ટ સદી ફટકારી હતી જે એક રેકોર્ડ છે.

સળંગ બે દિવસ સુધી રમનારી જોડી

સળંગ બે દિવસ સુધી રમનારી જોડી

કોલંબોમાં 1996-97માં ભારતે ટોસ જીત્યો અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ભારતે આઠ વિકેટ ગુમાવીને 537 રન બનાવ્યા હતા અને દાવ ડિક્લેર કર્યો હતો, ભારતે એવું વિચાર્યું હતું કે શ્રીલંકાને તેઓ 337ની અંદર આઉટ કરી લેશે, પરંતુ દાવ ઉંધો પડ્યો અને શ્રીલંકાએ છ વિકેટ ગુમાવીને 952 રન બનાવ્યા હતા. જેમાં સનથ જયસુર્યા(340) અને રોશન મહાનામા(225)એ 576 રનની ભાગીદારી નોંધાવી હતી. તેમ જ આ ક્રિકેટની એકમાત્ર એવી જોડી છે કે જેણે 2 દિવસ સુધી ટેસ્ટ ક્રિકેટ રમી હતી.

ટેસ્ટ ક્રિકેટમાં 100 વિકેટ

ટેસ્ટ ક્રિકેટમાં 100 વિકેટ

ઓસ્ટ્રેલિયાના ક્લેરી ગ્રિમ્મેટ અને ભારતના દિલિપ દોશી એવા બોલર છે કે જેમણે 30 વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી શરૂ કરી અને 100 વિકેટ લીધી હતી.

કોણ સૌથી ખરાબ બોલર

કોણ સૌથી ખરાબ બોલર

ટેસ્ટ ક્રિકેટમાં બે સૌથી ખરાબ બોલર રહ્યાં છે, એક વેસ્ટ ઇન્ડિઝના રાવ્લ લેવિસ જેમની ટેસ્ટ બોલિંગ એવરેજ 318 અને સ્ટ્રાઇક રેટ 585 હતી, જ્યારે શ્રીલંકાના રોજર વિજેસુર્યાની સ્ટ્રાઇક રેટ 586 અને એવરેજ 294 હતી.

ક્રિકેટમાં ટ્વિન્સ

ક્રિકેટમાં ટ્વિન્સ

ટેસ્ટ મેચ રમવા માટે ઉતરનાર પહેલા ટ્વિન્સ ઓસ્ટ્રેલિયાના સ્ટિવ વો અને માર્ક વો હતા.

English summary
Some Facts about Cricket never knew about part 2
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X