સ્પોટ ફિક્સિંગ કેસ: કોર્ટે દિલ્હી પોલીસને આપ્યો ઝટકો

જોકે કોર્ટે શુક્લાને ચેતવણી આપી છે કે તે પોતાના પાસપોર્ટ દિલ્હી પોલીસની પાસે જપ્ત કરાવી દે. શુક્લાને આ જામીન 25000 રૂપિયાના બોન્ડ પર મળ્યા છે. જ્યાં સુધી આ કેસની તપાસ ચાલશે ત્યા સુધી તે દેશ છોડીને જઇ શકશે નહીં.
આ પહેલા દિલ્હી પોલીસે કોર્ટથી એ માંગણી કરી હતી કે શુક્લાને પૂછપરછ માટે જેલમાં મોકલવામાં આવે. પરંતુ કોર્ટે દિલ્હી પોલીસને ઝટકો આપતા શુક્લાને જામીન આપી દીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે શુક્લા પર એ આરોપ હતો કે તેણે શ્રીસંતની પાસે બુકીઝના 5.5 લાખ રૂપિયા પહોંચાડ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આઇપીએલના છઠ્ઠા સિઝનમાં રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડીઓ સ્પોટ ફિક્સિંગમાં સામેલ હતા. જેમાં ત્રણેય ભારતીય ખેલાડીઓ હતા. ત્યારબાદથી રોજેરોજ સ્પોટ ફિક્સિંગમાં અન્ય ખેલાડીઓ, માલિકોની પણ સંડોવણી સામે આવી રહી છે.












Click it and Unblock the Notifications
