For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટાઇસન ગે અને અસફા પાવેલનો ડોપિંગ ટેસ્ટ પોઝિટિવ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

લોસ એન્જિલસ, 15 જુલાઇ: દુનિયાન સૌથી ફાસ્ટ દોડવીરોમાં સામેલ અમેરિકાના ટાઇસન ગે અને જમૈકાના અસફા પાવેલનો ડોપ ટેસ્ટ પોઝિટિવ જોવા મળ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે તે સૌથી ઝડપી દોડવીર સાબિત થયા હતા. તેમનો પ્રથમ સેમ્પલ પોઝિટિવ જોવા મળ્યો હતો, જ્યારે તેમના બીજા સેમ્પલનું પરિણામ હજુ સુધી આવ્યું નથી.

ટાઇસન ગેને અમેરિકી એંટી ડોપિંગ એજન્સીએ શુક્રવારે માહિતગાર કર્યા હતા કે મે મહિનામાં લેવામાં આવેલા નમૂનો પોઝિટિવ જોવા મળ્યો છે. ટાઇસન ગેનો આ નમૂનો કોઇ પ્રતિયોગિતા દરમિયાન લેવામાં આવ્યો ન હતો. આ મામલો સામે આવ્યા બાદ ટાઇસન ગેએ કહ્યું હતું કે તે આગામી મહિને મોસ્કોમાં યોજાનારી એથલેટિક્સની વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લઇ રહ્યા નથી, બીજી તરફ પાવેલ આ વર્ષે જૂનમાં જમૈકામાં યોજાયેલી એક પ્રતિયોગિતા દરમિયાન પ્રતિબંધિત દવાઓ લેવાના મુદ્દે પોઝિટિવ જોવા મળ્યા છે જો કે બંને ખેલાડીઓએ જાણીજોઇને આ દવાઓ લીધી હોવાની મનાઇ કરી છે.

tyson-gay-asafa-powell

ટાઇસન ગેએ રુંઘે ગલેને કહ્યું હતું કે મને અમેરિકી ડોપિંગ રોઘી એજન્સીએ શુક્રવારે જાણ કરી હતી કે મે મહિનામાં લેવામાં આવેલા ટેસ્ટમાં 'એ' નમૂનો પોઝિટિવ જોવા મળ્યો છે. મારા 'બી' નમૂનાનું પરિણામ હજુ બાકી છે. અમેરિકાના દોડવીર ટાઇસન ગેએ કહ્યું હતું કે મારી કોઇ કહાણી નથી, જેમાં કોઇ કાવતરું હોય, મેં કોઇના પર વિશ્વાસ કર્યો હતો અને મારે નીચું જોવાનો વારો આવ્યો. મેં એક ભૂલ કરી છે કે હું મોનોકોની ડાયંમડ લીગ મીટ અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લઇ રહ્યો નથી.

ટાઇસન ગેએ જૂનમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે અમેરિકી ટ્રાયલમાં 9.75 સેકન્ડમાં દોડી આ વર્ષના સૌથી દોડવીર સાબિત થયા હતા. વર્ષ 2007માં વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલા ટાઇસન ગે આ પ્રકારે 100 મીટરની દોડના ઇતિહાસમાં દસમા નંબરના સૌથી ફાસ્ટ દોડવીરની બરાબરી કરી હતી. ટાઇસન ગે આ સાથે જ 200 મીટરમાં 19.74 સેકન્ડ સાથે વર્ષના સૌથી ફાસ્ટ દોડવીર રહ્યાં હતા.

English summary
Tyson Gay and Asafa Powell, two of the four fastest men in history, sent shockwaves through the blue riband 100m when both men failed drug tests.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X