SRH vs PBKS : શિખર ધવનના ધમાકેદાર 99 રને પંજાબને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યુ, હૈદરાબાદને 144 રનનો ટાર્ગેટ
આઈપીએલમાં આજે રવિવારના બીજા મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ આમને સામને છે. આ મેચમાં પંજાબ તરફથી શિખર ધવને ધમાકેદાર બેટિંગ કરતા 66 બોલમાં 99 રન ફટકાર્યા છે. જો કે શિખર ધવન સિવાયના તમામ બેટ્સમેન કોઈ ખાસ રન બનાવી શક્યા નહી, આ જ કારણ છે કે 143માં પહેલી ઈનિંગ્સ સમેટાઈ ગઈ.

રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ટોસ હારીને બેટિંગ માટે ઉતરેલી પંજાબની ટીમની શરૂઆત સારી રહી નહોંતી. શિખર ધવન સાથે ઓપનિંગમાં ઉતરેલો પ્રબાસિમરન સિંહ શરૂઆતમાં જ ભુવનેશ્વર કુમારનો શિકાર થઈ ગયો.
આ પછી 10 રનના સ્કોર પર પંજાબ કિંગ્સની ટીમને બીજો ફટકો મેથ્યુ શોર્ટના રૂપમાં લાગ્યો. મેથ્યુ 1 રન બનાવીને માર્કો યાન્સિનના બોલ પર LBW આઉટ થયો. ત્યારબાદ 22ના સ્કોર પર જીતેશ શર્માના રૂપમાં ત્રીજી વિકેટ પડી. પંજાબની ટીમ પ્રથમ 6 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 41 રન જ બનાવી શકી હતી.
પંજાબ કિંગ્સે 69ના સ્કોર સુધી અડધી વિકેટો ગુમાવી દીધી છે. જો તે શિખર ધવને એક છેડો ટકાવી રાખ્યો પરંતુ બીજા છેડેથી વિકેટો સતત પડતી રહી. શિખર ધવનના સહારે પંજાબ કિંગ્સની ટીમ આ મેચમાં 20 ઓવરમાં 143 રન સુધી પહોંચવામાં સફળ રહી. અહીંકેપ્ટન ધવનના બેટ 99 રનની શાનદાર ઇનિંગ જોવા મળી. સૌથી મોટી વાત એ કે પંજાબના 9 બેટ્સમેન ડબલ ફિગરમાં પણ પહોંચી શક્યા નહી. જો ધવને મોહિત સાથે મળીને છેલ્લી વિકેટ માટે 55 રનની શાનદાર ભાગીદારી ન કરી હોત તો ટીમ સસ્તામાં પેલેવિયન ભેગી થઈ ગઈ હતી.
હૈદરાબાદ માટે આ મેચમાં લેગ સ્પિનર મયંક માર્કંડે શાનદાર પ્રદર્શન કરતા માત્ર 15 રન આપીને 4 4 વિકેટ લીધી. આ સિવાય ઉમરાન મલિક અને માર્કો યાનસિને 2-2 વિકેટ પોતાના નામે કરી હતી.












Click it and Unblock the Notifications
