For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફાઇનલ માટે આજે શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે ખરાખરીનો જંગ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

jayawardene hafeez
કોલંબો, 4 ઑક્ટોબર: ટી20 વર્લ્ડકપ હવે અંતિમ ચરણમાં પહોંચી ગયો છે. ગ્રુપ મેચ અને સુપર-8 પુરી થઇ ગઇ છે. સેમીફાઇનલ માટે ક્વાલીફાઇ થનારી ટીમોમાં શ્રીલંકા, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, અને વેસ્ટઇન્ડિઝની ટીમો છે. આજે કોલંબોમાં શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપની સેમીફાઇનલનો પ્રથમ મુકાબલો યોજાશે. પાકિસ્તાનની ટીમે ટી20 વર્લ્ડકપમાં સતત ચોથીવાર અંતિમચારમાં સ્થાન મેળવ્યું છે.

આ વર્લ્ડકપમાં બંને ટીમો જોરદાર પ્રદર્શન કરી રહી છે. અત્યાર દુધી બંને ટીમોએ એકબીજા વિરૂદ્ધ 9 મેચ રમી છે. જેમાં પાકિસ્તાને 6 અને શ્રીલંકાએ 3 મેચ જીતી છે. ટી20 વર્લ્ડકપ 2009માં પાકિસ્તાને શ્રીલંકાને આઠ વિકેટે હરાવ્યું હતું.

શ્રીલંકાએ અત્યાર સુધી પોતાના સફરમાં સુપર-8ના પ્રથમ મેચમાં ન્યૂઝિલેન્ડને સુપર ઓવરમાં, બીજી મેચમાં વેસ્ટઇન્ડિઝને નવ વિકેટે અને ઇગ્લેંડને 19 રને હરાવ્યું હતું. તો પાકિસ્તાને સુપર-8ની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને બે વિકેટે હરાવ્યું હતું જ્યારે બીજી મેચમાં પાકિસ્તાનને ભારત સામે આઠ વિકેટે કારમો પરાજય મેળવ્યો હતો અને ત્રીજી મેચમાં પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયાને 32 રને હરાવવામાં સફળ રહી હતી.

શ્રીલંકા અને પાકિસ્તાનની ટીમ સંતુલન જાળવી રહી છે. શ્રીલંકાને ઘરેલૂ પીચોનો લાભ મળી રહ્યો છે તો પાકિસ્તાનને શ્રીલંકા પ્રીમિયમ લીગમાં રમવાની તક મળી રહી છે. એક દિવસીય મેચોમાં વર્લ્ડકપ 2011ની ફાઇનલમાં ભારત સામે હારનો સામનો કર્યા બાદ શ્રીલંકા આ તક ચૂકશે નહી. આ એશિયાઇ ટીમે 1996 પછી કોઇ આઇસીસી કપ જીતી નથી.

English summary
Srilanka and Pakistan will play for final in t20 worldcup 2012. Both the teams are ready to take challenge.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X