For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીનિવાસને રાજીનામુ આપવાની કરી મનાઇ, કહ્યું મેં કંઇ ખોટું કર્યું નથી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

કલકત્તા, 26 મે: સ્પૉટ ફિક્સિંગ વિવાદમાં રાજીનામું આપવાના વધતા જતા દબાણ વચ્ચે બીસીસીઆઇ અધ્યક્ષ એન શ્રીનિવાસને રવિવારે કહ્યું હતું કે તે પોતાના પદેથી રાજીનામું નહી આપે. કોઇએ તેમની પાસે રાજીનામું માંગ્યું નથી. બીસીસીઆઇના પ્રમુખે કહ્યું હતું કે સ્પૉટ ફિક્સિંગ કેસની નિષ્પક્ષ તપાસ કરવામાં આવી રહી છે અને ગુનેગારોને છોડવામાં નહી આવે. શ્રીનિવાસને કહ્યું હતું કે તેમના ઉપર કોઇપણ પ્રકારનો આરોપ લાગ્યો નથી અને દબાણમાં રાજીનામું આપવાનો સવાલ જ નથી.

કલકત્તામાં એક પત્રકાર પરિષદને સંબોધિત કરતાં શ્રીનિવાસને કહ્યું હતું કે ગત દિવસો તેમના ખરાબ વિત્યાં છે. તેમને કહ્યું હતું કે એક પિતા અને સસરાના રૂપમાં મારા માટે કઠણ સમય છે. તેમને કહ્યું હતું કે બીસીસીઆઇ સ્પૉટ ફિક્સિંગ કેસમાં નિષ્પક્ષ તપાસ કરી રહી છે અને દોષીઓને છોડવામાં નહી આવે. મયપ્પનને સસ્પેંડ કરી દિધાં છે અને તેમની નિમણૂંકમાં મારી કોઇ ભૂમિકા નથી. મયપ્પનના મુદ્દે કાયદો તેનું કામ કરશે. મયપ્પનનો કેસ અનુશાસન સમિતિ પાસે છે.

srinivasan

શ્રીનિવાસને કહ્યું હતું કે આ કેસમાં બીસીસીઆઇ કોઇપણ દબાણ વિના કામ કરી રહી છે. શ્રીનિવાસને કહ્યું હતું કે કોઇએ મારી પાસે રાજીનામું માંગ્યું નથી અને હું પહેલાંની જેમ જ કામ કરીશ. હું મારી જવાબદારીમાંથી પીછેહઠ કરીશ નહી. બધા આરોપીઓની નિષ્પક્ષ તપાસ થશે. આ પહેલાં શ્રીનિવાસને ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલી સાથે મુલાકાત કરી હતી.

English summary
BCCI President N Srinivasan continued to be defiant against calls for his resignation and said that he has done nothing wrong.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X