For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતની ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ટીમ ઘણી મજબૂતઃ સ્ટેન

By Super
|
Google Oneindia Gujarati News

dale-steyn
મુંબઇ, 15 મેઃ ભારત ભલે વિરેન્દ્ર સેહવાગ, યુવરાજ સિંહ અને ગૌતમ ગંભીરને આઇસીસી ચેમ્પિઅન્સ ટ્રોફી માટેની ટીમમાં સ્થાન આપવામાં ના આવ્યું હોય, પરંતુ દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર ડેલ સ્ટેનનું માનવું છે કે, મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ઘણી જ મજબૂત છે. સ્ટેને કહ્યું છે કે, ભારત પાસે મજબૂત ટીમ છે. આઇપીએલમાં સૌથી વધારે રન અને વિકેટ લેનાર ખેલાડીઓમાં ભારતીયો પણ છે અને તે તમામ ચેમ્પિયન્સ ટ્રોફીમાં છે. ભારતીય ટીમ જરૂર સારુ પ્રદર્શન કરશે, પરંતુ આશા છે કે તે અમારી વિરુદ્ધ ના હોય. ભારત અને દક્ષિણ આફ્રિકા 6 જૂનને વેલ્સમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ગ્રુપ બીની મેચમાં ટકરાશે.

સ્ટેને ગ્રુપ બી અંગે કહ્યું કે, આ સારું ગ્રુપ છે, પરંતુ કઠીન પણ છે. તમામ ટીમ સારું પ્રદર્શન કરી રહી છે. રેન્કિંગ મહત્વ ધરાવતું નથી. દરેક ટીમાં કોઇક સ્ટાર ખેલાડી છે. અમને બધાને અમારું કામ ખબર છે અને હુ આ પડકારનો સામનો કરવા માટે તૈયાર છું. તમણે કહ્યું કે, જૂનમાં ઇંગ્લેન્ડની પીચ સુકી હોય છે, જે બેટ્સમેનો અને બોલરો માટે પડકારજનક હશે. મને લાગે છે કે, જૂનમાં આ પીચ સુકી હોય છે ગત વર્ષે ટેસ્ટ શ્રેણીમાં બોલિંગમાં ઘણી સમસ્યા આવી હતી. ત્યાં રન બનાવવા ઘણા મુશ્કેલ છે. દક્ષિણ આફ્રિકન ટીમમાં પણ જેક કાલિસ અને ગ્રીમ સ્મિથ નથી, પરંતુ સ્ટેનનું માનવું છે કે, અનુભવનો અભાવ હોવા છતા યુવા ખેલાડી સારું પ્રદર્શન કરશે.

સ્ટેને કહ્યું કે, કાલિસ અને સ્મિથ સાથે મળીને 500 વનડે રમી ચૂક્યા છે. હવે યુવા ખેલાડીઓની સામે પોતાની ઉપયોગિતા સાબિત કરવાની તક છે. મને લાગે છે કે, તે તેમની ખોટને પૂર્ણ કરવા સક્ષમ છે. એ વાત સાચી છે કે અમારી પાસે અનુભવની ઉણપ છે. આઇપીએલમાં સારું પ્રદર્શન કરી રહેલા દક્ષિણ આફ્રિકન ખેલાડી ડેવિડ મિલર અંગે તેણે કહ્યું કે, તેની પાસે વિશ્વ ક્રિકેટમાં પોતાની છાપ છોડવાની ઉમદા તક છે.

English summary
South African speedster Dale Steyn feels even without the trio, skipper Mahendera Singh Dhoni has a strong side at his disposal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X