For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચેમ્પિયન્સ લીગઃ સુપર કિંગ્સે ટાઇટન્સને 4 વિકેટે હરાવ્યું

By Super
|
Google Oneindia Gujarati News

રાંચી, 23 સપ્ટેમ્બરઃ સુરેશ રૈના અને માઇકલ હસીની શાનદાર બેટિંગની મદદથી ચેન્નાઇ સુપર કિંગ્સે ચેમ્પિયન્સ લીગ 2013માં 186 રનના મોટા સ્કોરનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાની ટાઇટન્સ ટીમને ચાર વિકેટથી પરાજય આપ્યો છે.

રૈના અને હસીએ 47-47 રન બનાવ્યા હતા, આ ઉપરાંત બ્રાવોએ 38 અને બદ્રીનાથે અણનમ 20 રનની ઇનિંગ રમી હતી. જો કે, સુકાની મહેન્દ્ર સિંહ ધોની પોતાના હોમ ગ્રાઉન્ડ પર કોઇ ખાસ કમાલ દેખાડી શક્યો નહીં અને તે માત્ર 7 રન બનાવી શક્યો હતો.

સુપર કિંગ્સે રૈના અને હસી વચ્ચે બીજી વિકેટ માટે 89 રનની ભાગીદારી નોંધાવી અને પોતાના લક્ષ્યને હાંસલ કરવા અંગેનો જુસ્સો દર્શાવ્યો હતો. આ પહેલા 34 રન આપીને 2 વિકેટ લેનારા ડ્વેન બ્રેવોએ 26 બોલમાં 38 રન બનાવ્યા હતા.

raina-cricket
આ પહેલા સુકાની હેનરી ડેવિડ્સ (52) અને અબ્રાહમ ડિવિલિયર્સ(77)ની શાનદાર અડધી સદીની મદદથી દક્ષિણ આફ્રિકાની ટાઇટન્સ ટીમે રવિવારે એએસસીએ આંતરરાષ્ટ્રીય મેદાન પર જારી ચેમ્પિયન્સ લીગ 2013ની પહેલી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ સામે 186 રનનો લક્ષ્યાંક મુક્યો.

ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટાઇટન્સે નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 185 રન બનાવ્યા. ડિવિલિયર્સે પોતાની 36 બોલની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને છ છગ્ગા જ્યારે ડેવિડ્સે 43 બોલની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.

ડેવિડ્સ અને જેક્સ રેડોલ્ફ(21)એ ટાઇટન્સને શાનદાર શરૂઆત અપાવતા પહેલી વિકેટ માટે 42 બોલમાં 46 રન જોડ્યા. સુપર કિંગ્સ તરફથી બ્રાવોએ બે અને જાડેજા તથા અશ્વિને એક-એક સફળતાં હાંસલ કરી હતી.

English summary
Chennai Super Kings 187 for 6 (Hussey 47, Raina 47) beat Titans 185 for 5 (De Villiers 77, Davids 52) by 4 wickets
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X