For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

T20 વર્લ્ડકપ: મેચ રદ, વેસ્ટઇન્ડિઝ સુપર-8માં પહોંચ્યું

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

twenty20 logo
કોલંબો, 25 સપ્ટેમ્બર: વેસ્ટઇન્ડિઝ અને આર્યલેન્ડ વચ્ચે પ્રેમદાસા સ્ટેડિયમમાં રમવામાં આવેલી ટ્વેન્ટી-20 વર્લ્ડકપના ગ્રુપ-બીની અંતિમ મેચ રદ કરવામાં આવી છે. આર્યલેન્ડના દાવ પછી વરસાદના કારણે મેચ રમાઇ શકી ન હતી. આ રીતે આંકડાના આધારે વેસ્ટઇન્ડિઝની ટીમ સુપર-8માં પહોંચવામાં સફળ રહી છે જ્યારે આર્યલેન્ડને ઘરે પાછા જવાનો વારો આવ્યો છે.

આર્યલેન્ડે પ્રથમ બેટીંગ કરતા નિર્ધારીત 19 ઓવરોમાં 6 વિકેટ ગુમાવી 129 રન બનાવ્યા હતા. વરસાદના કારણે આ મેચને 19 ઓવરની કરવામાં આવી હતી. જોકે ત્યારબાદ વરસાદના કારણે મેચ રદ કરવામાં આવી હતી. ટી ટ્વેન્ટી-20 વર્લ્ડકપની આ પ્રથમ મેચ છે જેને રદ કરવામાં આવી છે.

આ રીતે વેસ્ટઇન્ડિઝની ટીમ કોઇ મેચ રમ્યા વિના સુપર-8માં પહોંચી ગઇ છે. વર્ષ 2010માં ઇગ્લેંડની ટીમ પણ કોઇ મેચ રમ્યા વિના સુપર-8માં પહોંચી ગઇ હતી અને ટાઇટલ પણ જીત્યું હતું. સુપર-8માં વેસ્ટઇન્ડિઝનો સામનો ઇગ્લેંડ સામે થશે. ભારતે પોતાના ગ્રુપમાં બંને મેચ જીતી હતી જ્યારે ઇગ્લેંડની ટીમ આર્યલેન્ડને હરાવી સુપર-8માં પહોંચી છે.

તાજેતરમાં વરસાદના કારણે રદ કરવામાં આવેલી આ મેચમાં વેસ્ટઇન્ડિઝે ટોસ જીતીને આર્યલેન્ડને પ્રથમ બેટીંગ કરવા આમંત્રિત કરી હતી. આર્યલેન્ડ તરફથી કેપ્ટન વિલિયમ પોર્ટરફીલ્ડ અને સ્ટર્લિંગે શરૂઆત કરી હતી. પાંચમી ઓવર પછી વરસાદના કારણે મેચને 20 ઓવરની જગ્યાએ 19 ઓવરની કરવામાં આવી હતી.

બંને ટીમો પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સાથે હાર ગઇ હતી. ઓસ્ટ્રેલિયાએ આર્યલેન્ડને સાત વિકેટે માત આપી હતી જ્યારે વેસ્ટઇન્ડિઝને ડકવર્થ લુઇસના નિયમ હેઠળ 17 રનોથી માત આપી દિધી હતી.

English summary
Premadasa Stadium was played between Ireland and the West Indies Twenty20 World Cup group - B-final match was canceled.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X