For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટી20 વર્લ્ડકપ: પાકિસ્તાનને પછાડી શ્રીલંકાનો ફાઇનલમાં પ્રવેશ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

mahela-jayawardene
કોલંબો, 5 ઑક્ટોબર: આઈસીસી ટી-20 વર્લ્ડ કપની પ્રથમ સેમી ફાઈનલમાં શ્રીલંકાએ આપેલા 140 રનના ટાર્ગેટનો પીછો કરી રહેલી પાકિસ્તાનની ટીમનો 16 રને પરાજય થતાં શ્રીલંકા સરળતાથી ફાઇનલમાં પ્રવેશ કરી દીધો છે.

શ્રીલંકાની ટીમે ટોસ જીતેને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શ્રીલંકાની ટીમે નિર્ધારીત ઓવરોમાં ચાર વિકેટ ગુમાવી માત્ર 139 રન બનાવ્યા હતા. એક સમયે એમ લાગી રહ્યું હતું કે પાકિસ્તાન સરળતાથી જીતી જશે.

પરંતુ અજંતા મેંડિસ અને રંગના હેરાથની જોરદાર બોલીંગ સામે પાકિસ્તાનની ટીમ માત્ર 123 રનમાં ઘરાશય થઇ ગઇ હતી. શ્રીલંકાની ટીમે ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. રવિવારે ફાઇનલ મેચ રમવામાં આવશે. ફાઇનલ માટે બીજી કઇ દાવેદાર છે તે ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઇન્ડિઝની મેચ બાદ ખબર પડશે.

શ્રીલંકાના ઓપનર કેપ્ટન મહેલા જયવર્ધને અને દિલશાને ટીમને સારી શરૂઆત આપી ન હતી. ધીમી ગતિએ બેટીંગ કરતાં 11 ઓવરોમાં માત્ર 63 રન બનાવ્યા હતા. પરંતુ ત્યારબાદ જયવર્ધને થોડા આક્રમક શોટ્સ લગાવ્યા હતા જેના કારણે શ્રીલંકાની ટીમ 139 રન બનાવી શકી હતી. જયવધર્નએ 36 બોલમાં સાત ચોગ્ગાની મદદથી 42 રન બનાવ્યા હતા જ્યારે દિલશાને 33 રન બનાવ્યા હતા.

જેના જવાબમાં બેટીંગ માટે ઉતરેલી પાકિસ્તાની ટીમના કેપ્ટન મોહંમદ હફિજે શાનદાર બેટીંગ કરતાં 42 રન બનાવ્યાં હતાં. હફિજે 40 બોલમાં ચાર ચોગ્ગા અને એક છક્કાની મદદની 42 રનની ઇનિંગ રમી હતી. મોહંમદ હફિજ રંગના હેરાથના હાથે કેચ થઇ ગયો હતો. પરંતુ મૈથ્યુઝની શાનદાર બોલીંગ આગળ પાકિસ્તાનના બેસ્ટમેનો પીચ પર શક્યા ન હતા અને એક નાનકડો લક્ષ્યાંક તેમના માટે પહાડ સમાન બની ગયો હતો.

એંઝલો મૈથ્યુઝએ 27 રન આપી 2 વિકેટ હતી. એંઝલો મૈથ્યુઝે નાસિર જમશેદને 10મી ઓવરમાં એલબીડબ્લ્યૂ કરી દિધો હતો. ત્યારબાદ વિસ્ફોટક બેસ્ટમેન કામરાન અકમલને જયવર્ધનેના હાથે કેચ આઉટ કરાવી દિધો હતો. આફ્રિદીનો જાદૂ છવાયો ન હતો અને તે શૂન્ય રને આઉટ થઇ ગયો હતો. આ મેચમાં જયવર્ધનેને મેચ ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

English summary
It was a low-scoring affair and Sri Lanka were brilliant to edge Pakistan out and book a berth in the final of ICC World Twenty20 2012. Sri Lanka won by 16 runs after managing to score 139/4 in 20 overs on a difficult pitch. Pakistan finished on 123/7 in 20 overs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X