T20 WC 2022 : ધમાકેદાર જીત બાદ પણ નેધરલેન્ડ સામે ભારતીય ટીમમાં આ મોટા ફેરફાર થશે!
ભારતીય ટીમે T20 વર્લ્ડકપમાં ધમારેદાર શરૂઆત કરતા પાકિસ્તાનને હરાવ્યુ હતું. હવે ભારતીય ટીમ આગળનો મુકાબલો નેધરલેન્ડ સામે 27 ઓક્ટોબરે રમશે.
નવી દિલ્હી : ભારતીય ટીમે T20 વર્લ્ડકપમાં ધમારેદાર શરૂઆત કરતા પાકિસ્તાનને હરાવ્યુ હતું. હવે ભારતીય ટીમ આગળનો મુકાબલો નેધરલેન્ડ સામે 27 ઓક્ટોબરે રમશે. આ મુકાબલાને લઈને સંકેત મળી રહ્યા છે કે ભારતીય ટીમમાં કેટલાક મોટા ફેરફાર જોવા મળી શકે છે.

પાકિસ્તાન સામે ભારતીય ટીમે સારૂ પ્રદર્શન કરતા ધમાકેદાર જીત મેળવી હતી. જો કે ધમાકેદાર જીત બાદ પણ ટીમમાં કેટલાક મોટા ફેરફાર જોવા મળી શકે છે. આ ફેરફાર પર નજર કરીએ તો, ટીમમાં યજુવેન્દ્ર ચહલને જગ્યા મળી શકે છે. ચહલની એન્ટ્રી થતા અશ્વિન બહાર બેસશે.
ભારત સામેની મેચમાં નેધરલેન્ડના ખેલાડીઓના પ્રદર્શન પર લોકોની નજર રહેશે. મિડલ ઓર્ડર બેટ્સમેન કોલિન એકરમેન, ઓપનર વિક્રમજીત સિંહ, કેપ્ટન અને વિકેટ-કીપર બેટ્સમેન સ્કોટ એડવર્ડ્સ અને ઓલરાઉન્ડર રીલોફ વેન ડેર મર્વે ટીમમાં જોવા મળશે.
નેધરલેન્ડ સામે ભારતની સંભવિત પ્લેઈંગ ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (ડબલ્યુકે), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર.
ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાનને 4 વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાનની ટીમે પહેલા બેટીંગ કરતા ભારતને 160 રનનો ટાર્ગેટ રાખ્યો હતો, જેને ભારતે છેલ્લા બોલે હાંસલ કરી ધમાકેદાર જીત મેળવી હતી. વિરાટ કોહલીએ ભારત માટે અણનમ 82 રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી.












Click it and Unblock the Notifications
